જેઠાલાલ વિના તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોનું શું થશે?
જેઠાલાલ ઓન બ્રેક ! TMKOC શો પર નહીં દેખાય લોકપ્રિય અભિનેતા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, આ ટીવી શો, 8.30 વાગ્યાની સાથે જ દરેક ઘરમાં લોકો પરિવાર સાથે બધું કામ પરત કરી જોવા બેસી જાય છે. 28 July 2008થી ચાલી રહેલો આ શો ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે ‘જેઠાલાલ’નું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશીએ હાલ જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક ધાર્મિક યાત્રાનો ઉલેખ કર્યો છે જે દર્શાવે છે કે તેઓ આ શો માંથી બ્રેક લેવાના છે. આ ધાર્મિક યાત્રાના સમય દરમિયાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો માટે શોમાંથી ગાયબ રહી શકે છે. આ જાણ થતાની સાથે જ શો ના ચાહકો તેમજ દર્શકોએ સોશિયલ મીડિયા દ્વારા નારાજગી દર્શાવી હતી.
લોકપ્રિય શો TMKOC લોકો માટે રિફ્રેશ થવાનું કારણ બની ગયું છે. તેમજ tmkocના જૂના એપિસોડ આજે પણ એટલા જ લોકોને ગમે છે. આ શો માંથી દયા ભાભીના જવાથી શો તેમજ દર્શકોને મોટો શોક લાગ્યો હતો તેમજ આજે પણ દયા ભાભીની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહયા છે. ત્યારે જેઠાલાલના બ્રેક લેવાના સમાચારથી દર્શકોમાં નારાજગી જોવા મળી છે.
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ તેના પરિવાર સાથે તાન્ઝાનિયાની ધાર્મિક યાત્રા પર જવા માટે શોમાંથી થોડો બ્રેક લેવાનું તેમણે એક વીડિયો થકી દર્શવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોવા છતાં દિલીપે પોસ્ટમાં પોતાની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કર્યો છે. હાલ જ એક વીડિયો શેર કરતાં દિલીપે કહ્યું હતું કે આબુ ધાબીમાં ભવ્ય BAPS હિન્દુ મંદિરની સ્થાપના થશે જે આવતી પેઢી માટે એકતા અને સંવાદિતાનું પ્રતિક બનશે સાથે દિલિપ જોશીએ એ પણ ઉલ્લેખ કર્યો કે તેવો 2024માં ‘festival of harmony’માં હાજરી આપશે. આ સમય દરમિયાન, જેઠાલાલનું પાત્ર થોડા દિવસો માટે શોમાંથી ગાયબ રહી શકે છે.