ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો રેહશે વરસાદી માહોલ; શું કહે છે હવામાન વિભાગ
Weather : ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યારે હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવે ગુજરાત વિવિધ રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવે ગુજરાતમાં આગામી 5 દિવસમાં માટે હવામાન વિભાગએ આગાહી કરી છે.
આગામી પાંચ દિવસની આગાહી
9 ઓગસ્ટ : બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
10 ઓગસ્ટ : બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
11 ઓગસ્ટ : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
12 ઓગસ્ટ : બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
13 ઓગસ્ટ : બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાંચો : યુનિવર્સીટી બાદ રિવરફ્રન્ટ પાસેથી મળ્યા ગાંજાના છોડ,અધિકારીએ કહ્યું- “પક્ષીઓની ચરક પડતા આવી વનસ્પતિ(ગાંજો)ઉગી નીકળે”