મે મહિનામાં બની રહેલા બીજા વિષ યોગની શું થશે અસર? કોણે સાચવવુ?
- વિષ યોગ એક અશુભ યોગ કહેવાય છે
- 13 મેના રોજ પણ બન્યો હતો વિષ યોગ
- હવે આ મહિનામાં ફરી બની રહ્યો છે આ અશુભ યોગ
વિષ યોગ તેના નામની જેમ જ એક અશુભ યોગ છે અને આપણને અનેક નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે શનિ અને ચંદ્રમા યા તો એક સાથે હોય છે અથવા તો એકબીજાના પૂર્ણ રૂપમાં હોય છે. તાજેતરમાં 13 મેના રોજ ચંદ્રમા અને શનિની યુતિથી એક વિષ યોગ બન્યો હતો. હવે માત્ર 13 દિવસની અંદર એટલે કે 26 મેના રોજ બીજો વિષ યોગ બની રહ્યો છે. આ દિવસે શનિ અને ચંદ્રમાની પૂર્ણ દ્રષ્ટિ એકબીજા પર બની રહી છે. 26 મેના રોજ રાતે 8.49 મિનિટે વિષ યોગ બનશે અને તે 29 મે રાતે 87.55 મિનિટ સુધી રહેશે.
વિષ યોગનો પ્રભાવ
આ યોગ અશાંત વિચાર પેદા કરે છે અને બાળકોના વિકાસને પ્રભાવિત કરે છે. તે જાતકના શિક્ષણને પ્રભાવિત કરે છે અને યોગની ઉપસ્થિતિથી જાતક પોતાની પરીક્ષામાં નિષ્ફળ પણ થઇ શકે છે. આ યોગ જાતકના કરિયર અને વ્યવસાયિક જીવનને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. તે વ્યક્તિના વિવાહ અને પ્રેમને પણ પ્રભાવિત કરે છે. આ યોગ માતાના આરોગ્ય કે કોઇ વ્યક્તિના તેની માતા સાથેના સંબંધોને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.
આ રાશિના લોકો સાચવે
સિંહ રાશિના જાતકો માટે આ યોગ માનસિક શાંતિને પ્રભાવિત કરનારો હશે. તે ઘરના વાતાવરણમાં પણ ગરબડ પેદા કરી શકે છે. તે તમારી માતાના માટે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની પણ લાવી શકે છે. કપલ્સની વચ્ચે ઝઘડા થઇ શકે છે. તેમના વૈવાહિક જીવનમાં પણ પ્રોબલેમ થઇ શકે છે અને નાણાંકીય જીવનમાં પણ પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ આ દરમિયાન કોઇ વ્યક્તિને પૈસા ઉધાર ન આપવા જોઇએ. ન તો કોઇ મોટુ રોકાણ કરવુ જોઇએ. આ કારણે તમારે ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે પણ હેલ્થનું ધ્યાન રાખવુ પડશે. તમારા બોસ તમારા કામથી સંતુષ્ટ ન થાય તેવું પણ બની શકે છે.
આ પણ વાંચોપ્રિયંકા ચોપરાના કૂતરા સાથે માલતીનું મજબૂત બોન્ડિંગ