ભારતીય શેર બજારમાં ફરી ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ઘણાં સમયથી રેડ ઝોનમાં ચાલી રહ્યું હતું ત્યાં બુધવારે તેજી જોવા મળી છે. માર્કેટ 5 એપ્રિલ 2022 બાદ પ્રથમ વખત BSE સેન્સેક્સ 60,000ને પાર પહોંચ્યો છે. 5મી એપ્રિલ બાદ સેન્સેક્સ 60,100ની નીચે આવી ગયો હતો.
આ ઉપરાંત જો નિફ્ટીની વાત કરવામાં આવે તો તે પણ 17,900 નજીક પહોંચ્યું છે. સવારે 09:46 કલાકે બીએસઈ સેન્સેક્સ 212.38 પોઈન્ટ એટલે કે, 0.35% સાથે 60,054.59 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે તે સમયે નિફ્ટી 69 પોઈન્ટ એટલે કે, 0.39%ની તેજી સાથે 17,894.25ના સ્તરે જોવા મળી હતી.
શું છે માર્કેટ વધવાના કારણો ?
દેશના રૂપિયાની અંગે સંસદથી લઈ ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે તેમાં પણ રિકવરી જોવા મળી છે. આજે ભારતીય રૂપિયો પણ જોરદાર તેજીમાં જોવા મળ્યો છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો હતો. જેના કારણે સીધી અસર ક્રૂડના બજાર પર જોવા મળી છે. ક્રૂડ માર્કેટ ઓઈલમાં 6 મહિનાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. જેને પણ બજારને એક સ્પોર્ટ પૂરો પાડ્યો છે.
આ પણ વાંચો : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોને ચેતવણી આપી, કહ્યું- ટૂંક સમયમાં જ નવો કાયદો લાવવામાં આવશે
કયા શેરમાં જોવા મળી તેજી ?
આજે માર્કેટમાં NTPC, હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, રિલાયન્સ અને બજાજ ફિનઝર્વ તેજી પર હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, HDFC અને HDFC બેંક ડાઉનમાં હતા. એશિયાઈ માર્કેટ્સમાં ટોક્યો, શાંઘાઈ તથા હોંગકોંગના માર્કેટ તેજીમાં હતા જ્યારે સોલમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું.
FII-DII ની શું છે સ્થિતિ ?
ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત 5મા અઠવાડિયે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો (FII)ની આવકમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટ તેજીમાં છે. સેન્સેક્સ-નિફ્ટીએ છેલ્લા 4 સપ્તાહમાં કુલ 11 ટકાનો સુધારો હાંસલ કર્યો છે. મતલબ કે, 2022માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. તેમજ ડોમેસ્ટિક ઈન્વેસ્ટર સતત ભારતીય બજારમાં ઈન્વેસ્ટમેન્ટ વધારી રહ્યા છે તેના કારણે માર્કેટને સ્ટ્રોંગ સ્પોર્ટ મળી રહ્યો છે.