ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કોંગ્રેસે શું આપી પ્રતિક્રિયા?

Rahul Gandhi Defamation Case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ વતી પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયથી આ મામલાને આગળ લઈ જવાનો અમારો સંકલ્પ બમણો થઈ ગયો છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેંચનો નિર્ણય અમારા ધ્યાન પર આવ્યો છે. માનનીય ન્યાયાધીશની દલીલોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેમ કે હોવો જોઈએ.”

કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ડો. અભિષેક મનુ સિંઘવી બપોરે 3 વાગ્યે મીડિયા સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરશે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તેને ન્યાયની મજાક ગણાવી છે. તેમણે કહ્યું કે બેંકો સાથે છેતરપિંડી કરનારા નીરવ મોદી, અમી મોદી, નીશલ મોદી, મેહુલ ચોક્સી જેવા લોકોને સજા આપવાને બદલે માત્ર તેની સામે અવાજ ઉઠાવનારાઓને જ સજા આપવામાં આવી રહી છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે તેમના પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ હોવાની વાત જણાવી હતી, તેમને કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં જવા પર વિચાર કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી પણ આ વિકલ્પનો આશરો લેશે.”

મોદી સરનેમ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીની પુનવિચાર અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષી ઠેરવવાનો આદેશ યોગ્ય છે. તે આદેશમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂરત નથી, તેથી આવેદન રદ્દ કરવામાં આવે છે. કોર્ટે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી વિરૂદ્ધ ઓછામાં ઓછા 10 અપરાધિક કેસ પેન્ડિંગ છે.

હાઇકોર્ટે આ નિર્ણય પછી રાહુલ ગાંધી હવે 2024 લોકસભા ચૂંટણી લડી શકશે નહીં અને ના તેઓ સંસદ સભ્ય (સાંસદ)ના રૂપમાં પોતાની સ્થિતિના સસ્પેન્શનને રદ્દ કરવાની માંગ કરી શકશે નહીં. તેઓ હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. રાહુલ ગાંધી પોતાની લોકસભા સભ્યતા પહેલા જ ગુમાવી ચૂક્યા છે.

રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટે પહેલા સુનાવણી કરતાં વચગાળાની કોઈ રાહત આપવાથી ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતુ કે, તેઓ ઉનાળુ વેકેશન પછી આખરી ઓર્ડર પાસ કરશે.

મોદી અટક કેસની ટાઇમલાઇન

લોકસભા ચૂંટણી 2019 પહેલા 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ પર નિવેદન આપ્યું હતું. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 માર્ચે સરકારી બંગલો છોડવાની નોટિસ મળી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી ઈકોર્ટમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે, હવે હાઇકોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધી સામે 10 કેસ પેન્ડિંગ, જાણો મોદી સરનેમ કેસ પર ગુજરાત હાઈકોર્ટના જજે શું કહ્યું

Back to top button