નેશનલ

નવું સંસદ ભવન બનાવવાની શું જરૂર હતી? નીતિશ કુમાર

Text To Speech

બિહારના સીએમ નીતિશ કુમારે નવા સંસદ ભવનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આજે નવી દિલ્હીમાં યોજાઈ રહેલી નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી ન હતી.બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે સંસદના નવા બિલ્ડિંગની શું જરૂર છે. નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ‘જેઓ સત્તામાં છે તેઓ આ દેશનો ઈતિહાસ બદલી નાખશે’.

 નીતિશ કુમારે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આવતી કાલે પીએમ નરેન્દ્ર મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ મુદ્દે ઉગ્ર રાજકારણ થઈ રહ્યું છે. હવે નવાસંસદ ભવનના ઉદ્ગાટનને લઈને સીએમ નીતિશ કુમાર પણ મેદાનમાં છે, તેમણે કહ્યું કે’ નવા સંસદ ભવનની શું જરૂર હતી. જૂનું સંસદ ભવન ઐતિહાસિક છે, તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે જેઓ સત્તામાં છે તેઓ દેશનો ઈતિહાસ બદલી નાખશે.

વડાપ્રધાન પર સાંધ્યું નિશાન

નવા સંસદ ભવન અંગે બિહારના સીએમ નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. આ અંગે તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. સીએમ નીતિશે શનિવારે કહ્યું- નવી સંસદની શું જરૂર હતી? અગાઉની ઇમારત ઐતિહાસિક હતી,.આ સાથે તેમણે સવાલ કર્યો છે કે ઈતિહાસ બદલવાને બદલે શું તેઓ ઈતિહાસ ભૂલી જશે? આજે નીતિ આયોગની બેઠક અને આવતીકાલે નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઈ અર્થ નથી.તેમણે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે નવી સંસદ ભવન બની રહ્યું છે, તો મને તે ગમ્યું નહીં, તેમણે કહ્યું કે આ દેશની આઝાદી સાથે જોડાયેલો ઈતિહાસ છે, જો જરૂર હતી તો તેને વિકસાવવામંજૂરી આપવી જોઈતી હતી.અલગથી નવું બનાવવાની જરૂર નહોતી.

 આ પણ વાંચો : રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર એકાએક કેસરી રંગમાં રંગાયા !

Back to top button