ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોન્ટ્રેક્ટ નોકરીઓમાં અનામત અંગે સરકારે સુપ્રીમમાં શું જવાબ આપ્યો?

Text To Speech
  • સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીનાં જવાબમાં કેન્દ્ર સરકારે આપી માહિતી
  • સરકારી વિભાગોમાં ચાલતી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓમાં અપાશે અનામત
  • 45 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલતી અસ્થાયી નિમણૂકોમાં મળશે અનામત

દિલ્હી : અસ્થાયી નોકરીઓમાં SC/ST/OBC અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, આ અંગેની માહિતી ભારત સરકાર દ્વારા 2022માં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં આપવામાં આવી છે. જેને પગલે સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ SC\ST\OBC અનામત મળશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદોમાં આ અનામતનો કડક અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

અરજીના જવાબમાં શું જણાવ્યું કેન્દ્ર સરકારે ? 

સરકાર તરફથી જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની પોસ્ટ્સ અને સેવાઓમાં નિમણૂકોના સંબંધમાં 45 દિવસ કે તેથી વધુ સમયની અસ્થાયી નિમણૂકોમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અનામત રહેશે. જો કે, હંગામી નિમણૂકોમાં અનામતની પ્રણાલી 1968થી અમલમાં છે. આ અંગે 2018 અને 2022માં સૂચનાઓ જારી કરવામાં આવી છે. જો કે, અરજીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગેની સંસદીય સમિતિના અહેવાલને ટાંકવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, અસ્થાયી નોકરીઓમાં અનામત માટેના નિર્દેશોનું તમામ વિભાગો દ્વારા પાલન કરવામાં આવતું નથી.

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ દ્વારા શું કહેવામાં આવ્યું ?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની ખંડપીઠે આ ઓફિસ મેમોરેન્ડમને ધ્યાનમાં લેતા રિટ પેટીશનનો નિકાલ કર્યો હતો અને કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો આ ઓફિસ મેમોરેન્ડમનું ઉલ્લંઘન કરવામાં આવે તો અરજદાર અથવા પીડિત પક્ષ કાયદા અનુસાર યોગ્ય ઉપાયનો આશરો લેવા માટે સ્વતંત્ર રહેશે.

 

આ પણ જાણો : મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને રાજ્યોને નોટિસ

Back to top button