ટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુના મોલમાં એ મહિલા અડધી રાત્રે શું કરતી હતી? પોલીસને કેમ બચકું ભર્યું?

  • બેંગલુરુની મહિલાએ મોલના સિક્યોરિટી સ્ટાફ પર કર્યો હુમલો
  • સવારે 2.30 વાગ્યા સુધી મોલમાં રહેવા અંગે પૂછપરછ કરતાં પોલીસને ભર્યું બચકું

કર્ણાટક : બેંગલુરુના દાવણગેરેની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહિલા શહેરના લોકપ્રિય મોલમાં હોરર મૂવીનો 10.30 વાગ્યાનો શો જોવા માટે ગઈ હતી. જેમાં મૂવી શો પૂરો થયા બાદ પણ મહિલા કલાકો સુધી મોલમાં જ રહી હતી. મોલ પરિસર બંધ થવાના કારણે જવાનું કહેવામાં આવતાં મહિલાએ મોલના સિક્યોરિટી સ્ટાફ પર હુમલો કર્યો તેમજ મધરાત્રીના 2.30 વાગ્યા સુધી મોલમાં રહેવા અંગે પૂછપરછ કરતાં પોલીસને બચકું પણ ભર્યું હતું. જેથી જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવા, કોઈપણ જાતની ઉશ્કેરણી વગર ખતરનાક શસ્ત્રો અથવા માધ્યમો દ્વારા હુમલો કરવા અને ઇરાદાપૂર્વક અપમાન કરવા બદલ IPCની કલમો હેઠળ હુમલો અથવા ફોજદારી બળ સંબંધિત કેસમાં 28 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

શું જણાવ્યું પોલીસે સમગ્ર ઘટના વિષયે ?

અહેવાલો અનુસાર, આ ઘટના 12 ઓક્ટોબરની મધરાત્રીએ બની હતી. જે અંગે પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ મોલમાં શું કરી રહી હતી તે અંગેના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જ્યારે મહિલાને ત્યાંથી જવા માટે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મોલના કર્મચારીઓ પર હુમલો કરવા તેમજ દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. મહિલા કોરમંગલામાં પેઇંગ ગેસ્ટ આવાસમાં રહે છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે. મહિલાએ કોરમંગલાના નેક્સસ મોલમાં ધ નન II જોવા ગઈ હતી, પરંતુ શો પૂરો થયાં બાદ કલાકો સુધી મોલ પરિસરની અંદર ફરતી જોવા મળી હતી. મોલ પરિસર બંધ થવાનો સમય થઈ ગયો હોવાથી મહિલાને જવા માટે કહેવામાં આવ્યું ત્યારે મહિલાએ સ્ટાફ અને મોલ મેનેજર સાથે દુર્વ્યવહાર કર્યો અને સુરક્ષા અધિકારીઓ પર હુમલો પણ કર્યો હતો. પછી મોલના મેનેજરે પોલીસને બોલાવી અને પેટ્રોલિંગ ડ્યુટી પરના સબ-ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો અને ત્યારબાદ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ, ત્યાં પણ તેણીએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે મહિલા પકડાઈ ગઈ ત્યારે SIનો હાથ પણ કાપી નાખ્યો હતો અને પોલીસ સાથે દુર્વ્યવહાર કરતી વખતે મહિલાએ ASI પર જૂતું પણ ફેંક્યું હતું.

મહિલા વિરૂદ્ધ કેસ નોંધી ધરપકડ કરવામાં આવી

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તેણી પર આવી પડેલી કોઈપણ મુશ્કેલી અંગે મોલ સત્તાવાળાઓ સામે ફરિયાદ નોંધાવવા માંગે છે, પરંતુ તેણીને રેકોર્ડ કરવામાં આવી રહી હોવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેણીએ આક્રમક વર્તન ચાલુ રાખ્યું હતું. તેથી ભારતીય દંડ સંહિતાની કલમ 353, 323, 324 અને 504 હેઠળ જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ માટે, સામા પક્ષ દ્વારા કોઈપણ જાતની ઉશ્કેરણી વગર હુમલો કરવા, ખતરનાક હથિયારો અથવા માધ્યમો દ્વારા સ્વૈચ્છાએ નુકસાન પહોંચાડવા માટે અને ઇરાદાપૂર્વક અપમાન કરવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો. . પોલીસ હવે તેના મેડિકલ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહી છે અને જ્યારે તે મોલમાં ગઈ ત્યારે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.

આ પણ જાણો :નકલી ED અધિકારી બનીને ₹3.2 કરોડની લૂંટ, એકની ધરપકડ

Back to top button