IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

IPL 2026માં RCBનો ટર્નિગ પોઈન્ટ ક્યો હતો? વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો

Virat Kohli makes a big revelation:   IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને ઐતિહાસિક ખિતાબ પોતાના નામે કર્યો છે. લાંબા સમયથી ટ્રોફીની રાહ જોતી RCB માટે આ જીત ખાસ બની રહી, જ્યારે ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સિઝન બાદ ટીમની સફળતાનું રહસ્ય પણ જાહેર કર્યું છે.

ફાઇનલ જીત્યા બાદ વિરાટ કોહલીએ જણાવ્યું કે આ સિઝનમાં ટીમ પર અગાઉની સરખામણીએ ઓછું દબાણ હતું. પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેવાના કારણે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો અને ટીમે પોતાની યોજનાઓ મુજબ સતત સારું પ્રદર્શન કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોહલીએ ખુલાસો કર્યો કે સિઝન દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ સામે મળેલી નજીકની જીત RCB માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, મધ્ય સીઝનમાં મળેલી એક હાર બાદ ટીમ થોડા દબાણમાં આવી ગઈ હતી, પરંતુ મુંબઈ સામેની જીતે ફરી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધાર્યો અને ત્યારબાદ ટીમ સતત મજબૂત બની ગઈ.

વિરાટે ટીમના બોલિંગ યુનિટની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર અને રાસિખ સલામ જેવા બોલરોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિશ્વસ્તરીય પ્રદર્શન કર્યું. તેમની અસરકારક બોલિંગના કારણે RCB ઘણી મેચોમાં જીત મેળવી શકી હતી.

IPL 2026માં વિરાટ કોહલીનું વ્યક્તિગત પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. તેમણે 16 મેચમાં 675 રન ફટકારીને ટૂર્નામેન્ટના ટોચના રન સ્કોરરોમાં સ્થાન મેળવ્યું. આ દરમિયાન તેમનો સરેરાશ 56.25 અને સ્ટ્રાઈક રેટ 165.85 રહ્યો હતો. સિઝનમાં તેમણે એક સદી અને પાંચ અર્ધસદીઓ પણ નોંધાવી હતી.

વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સતત ચાર સીઝનમાં 600થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે. તેમની સ્થિરતા અને અનુભવ RCBની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

RCBની આ ઐતિહાસિક ટ્રોફી જીતે ચાહકોની વર્ષો જૂની રાહ પૂર્ણ કરી છે, જ્યારે વિરાટ કોહલીના ખુલાસાએ ટીમની સફળતા પાછળના મહત્વના પરિબળોને પણ ઉજાગર કર્યા છે.

આ પણ વાંચો : June 2026 નું ધાર્મિક કેલેન્ડર, જોઈ લો આ મહિનામાં પડતા તહેવારોનું લિસ્ટ

Back to top button