ટ્રેન્ડિંગમનોરંજન
રાઘવને વરરાજાના રૂપમાં જોઇને શું હતુ પરિણીતીનું પહેલુ રિએક્શન? જુઓ વીડિયો


- બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્નના તમામ ફંક્શન્સને ખાનગી રાખવાનું પસંદ કર્યુ હતુ, જોકે હવે પરિણીતીએ જાતે જ પોતાના ઇન્સ્ટા પર એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પહેલો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નના દિવસનો એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે આ એક મ્યુઝિકલ વીડિયો છે જેમાં પરિણીતીએ પોતે રાઘવ માટે ગીત ગાયું છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવે તેમના લગ્ન અને તેનાથી સંબંધિત તમામ ફંક્શન્સને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. લગ્નની ક્લિપ કે ફોટો ક્લિક કરવાની કોઈને મંજૂરી નહોતી. જો કે લગ્ન બાદ આ કપલે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો પોસ્ટ કરી હતી. હવે પરિણીતીએ તેના લગ્નના દિવસનો એક વીડિયો શેર કર્યો છે જે ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ સોહા અલી- કુનાલ ખેમુની દિકરી Inaayaની બર્થડે પાર્ટીની ક્યુટ તસવીરો જુઓ