ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી આજે કચ્છમાં, બે લાખથી વધુ જનમેદની ઉમટશે

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે તારીખ 28 ઓગસ્ટના રોજ તેઓ કચ્છની મુલાકાતે છે. પીએમ ભુજ શહેરમાં પોણા ત્રણ કિલોમીટરનો રોડ શો પણ કરશે. રોડ શો બાદ વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ પણ તેમના વરદ હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધશે.

વડાપ્રધાન મોદી આજે કચ્છમાં

વડાપ્રધાન અહીં કચ્છને મોડકુબા સુધી નર્મદાના પાણીની ભેટ, અંજાર વીર બાળભૂમિ સ્મારક, ગાંધીધામ ખાતે આંબેડકર ભવન, ચાંદ્રાણી ખાતે નવા દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ તથા ભુજ અને નખત્રાણા બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. ભુજ-ભીમારસના નવા હાઇવે રોડના ખાતમુહર્ત સહિત 5 હજાર 79 કરોડના કામોની કચ્છને ભેટ આપશે.

ભૂજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પીએમના આગમનને પગલે ભુજ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 4 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને જુદા-જુદા સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. કચ્છ ઉપરાંત ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી ભાજપના કાર્યકરો, નાગરિકો ભુજમાં બે સ્થળે યોજાનાર કાર્યક્રમમાં ઉમટી પડશે.

Back to top button