નવરાત્રીના ઉપવાસ પૂરા થયા બાદ શું ખાશો? જો જો આ ભૂલ ન કરતા
- નવરાત્રીના ઉપવાસ પૂર્ણ થયા બાદ તમારે પારણા કરતી વખતે શું ખાવું તે ખૂબ અગત્યની વાત છે, જો ખાવામાં કંઈક ગરબડ કરી બેઠા તો હેલ્થ બગડશે
HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રીના નવ દિવસ જો તમે ઉપવાસ કર્યા હોય તો પારણા કરવામાં થોડું ધ્યાન રાખજો. નવ દિવસના ઉપવાસ બાદ નોમના દિવસે માતાજીને થાળ ધરાવીને જમવાની પરંપરા હોય છે. કેટલાક લોકો કન્યાપૂજન બાદ વ્રતના પારણા કરે છે. 9 દિવસ પછી ઉપવાસ તોડતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. જેથી આરોગ્યને કોઈ નુકસાન ન થાય. જાણો નવરાત્રી ઉપવાસ સમાપ્ત કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
9 દિવસનો ઉપવાસ કેવી રીતે તોડવો?
નવરાત્રિના 9 દિવસનું વ્રત પૂર્ણ કર્યા બાદ નવમીના દિવસે દૂધ અને પ્રસાદ લેવો જોઈએ. પહેલા દિવસે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. હંવ્યક્તિએ ક્યારેય મીઠું ખાઈને ઉપવાસ ન તોડવો જોઈએ, લોટની પુરી એટલે કે પ્રસાદ તરીકે આપવામાં આવતું અનાજ ખાઈને ઉપવાસ તોડવો જોઈએ.
વધારે તળેલો ખોરાક ન ખાઓ
ઉપવાસ તોડ્યા પછી તરત જ વધુ પડતી પુરી કે તળેલું ભોજન ન ખાવું જોઈએ. ઉપવાસ તોડ્યા પછી પ્રસાદનો ટુકડો ખાઈને દૂધ પીવું જોઈએ. તેનાથી પેટ હળવું રહે છે.
મસાલેદાર ખાવાથી બચો
ઉપવાસ પછી તરત જ મસાલેદાર, ખોરાક ન ખાવો જોઈએ. તેનાથી પાચન અને શરીર પર ખરાબ અસર પડે છે. જો તમે નવરાત્રિના 9 દિવસ દરમિયાન હળવા ફળાહાર પર હતા, તો અચાનક મસાલેદાર ખોરાક ખાવાથી પચવામાં મુશ્કેલી થઈ જાય છે અને છાતી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે.
હળવો અને સુપાચ્ય ખોરાક લો
9 દિવસનું વ્રત તોડ્યા પછી ખોરાક ખૂબ જ હળવો લેવો જોઈએ. તમારા આહારમાં મગની દાળ અવશ્ય સામેલ કરો. તે સરળતાથી પચી જવાની સાથે એનર્જી પણ આપે છે. તમારા આહારમાં રોટલી અને ભાતનો પણ સમાવેશ કરો.
માત્ર મીઠાઈઓ જ ન ખાઓ
ઉપવાસ તોડ્યા પછી માત્ર મીઠાઈઓ જ ન ખાવી. જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે અને વ્યક્તિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી, માત્ર એવા ખોરાક ખાઓ જે મીઠું અને ખાંડને બેલેન્સ કરતો હોય.
આ પણ વાંચોઃ નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત