ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

બિપરજોય વાવાઝોડું આવે ત્યારે શું કરવું? જાણો આ અહેવાલમાં

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ લોકો હોય કે તંત્ર આફત સમયે અગાઉથી જેટલી જાગૃતિ અને જાણકારી હોય તેમજ તેના બચવા અંગે ઉપાયો હાથ વગા હોય તો આફતોની અસર ઘટાડી શકાય છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, અકસ્માત, વગેરે જેવી કુદરતી આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતાથી તેનાથી થતી જાન-માલની તથા તેની તીવ્રતામાં ઘટાડો ચોક્કસથી કરી શકાય છે. હાલ જે બીપરજોય નામનું વાવાઝોડુ છે તે જો ગુજરાતને ટકરાય તો શું કરવું તેના વિશે આજે અમે તમને જણાવીશું.

વહીવટીતંત્ર એલર્ટ બન્યુંઃ અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ તંત્ર સાથે આપણી પણ કેટલીક સ્વબચાવ માટેની નૌતિક જવાબદારી છે. જે આપણે નીભાવવી જોઈએ.

વાવાઝોડા પહેલા શું કરવુંઃ સૌ પ્રથમ તો એ સમજી લો કે વાવાઝોડા આવે ત્યારે તૈયારી કરી ના શકાય તે માટે તો અગાવથી દરેક તૈયારીઓ કરવી પડે છે. વાવાઝોડું આવે એ પહેલા તમે જ્યાં રહો છો તે મકાનની મજબુતીની ખાતરી કરી લો. જો મકાનની હાલત સારી ના હોય તો તે ઘર તરત છોડી દો. તમારા મોબાઈલ, રેડીયો કે ટીવીમાં સતત વાવાઝોડાને લગતા સમાચાર સાંભળતા રહો. એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી એ છે કે જો તમારી પાસે ઢોર ઢાંખર હોચ તો અગાઊ થી તેમને છોડી દો. માછીમારને પણ કોઈપણ સંજોગોમાં દરિયો ખેડવા ના જવું જોઈએ.

આ તો હતી વાવાઝોડાં આવ્યા અગાઉ શું કરવું જોઈએ તેની માહિતી હવે જો વાવાઝોડું ટકરાઈ તો શું કરવું જોઈએઃ

જો વાવાઝો઼ડાની સ્થિતી સર્જાય તો સૌ પ્રથમ તો એ ધ્યાન રાખો કે કોઈ જર્જરીત મકાન કે કોઈ વૃક્ષનો સહારો ના લો .જો તમે કોઈ જગ્યા પર ફસાઈ ગયા હોવ તો તમે સ્થાનિક અધિકારી કે પોલિસનો સંપર્ક કરો.  રોડિયો કે નેટ પર મળતી સુચનાઓ સાંભળો. શક્ય  હોચ ત્યાં સુધી સુરક્ષીત સ્થાન છોડશો નહીં. તમારા ઘર સાથે જોડાયેલ વીજ કનેક્શનની મેઈન સ્વિચ તેમજ ગેસ લાઈનને બંધ કરી દો. કોઈ પણ સંજોગોમાં દરિયા પાસે ના જાઓ, વાવાઝોડાં સમયે માત્ર અધીકૃત માહિતી પર જ વિશ્વાસ કરો. અફવાઓ પર ધ્યાન આપશો નહીં.

આ પણ વાંચોઃ ગુજરાત માટે ખતરો વધ્યો, બિપરજોયએ પોતાની દિશા બદલી

 

 

Back to top button