મોટાભાગના લોકો દિવસના કયા સમયે મૃત્યુ પામે છે? તેમજ શરીર ક્યારે નબળું પડી જાય છે
અમદાવાદ, 26 માર્ચ : જીવન અને મૃત્યુનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના લોકો દિવસના કયા સમયે મૃત્યુ પામે છે? મૃત્યુ અને જીવન એક સત્ય અને રહસ્ય પણ છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના લોકો કયા સમયે પોતાનું શરીર છોડી દે છે. વિશ્વની ઘણી સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાત્રિનો ત્રીજો ભાગ મનુષ્ય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ત્રીજો કલાક એટલે રાત્રે 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા વચ્ચેનો સમય.
કેટલીક વાર્તાઓ અનુસાર, સવારના 3 થી 4 વચ્ચેનો સમય સૌથી ખતરનાક માનવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન અસુરી શક્તિઓ સૌથી વધુ શક્તિશાળી હોય છે અને આ દરમિયાન માનવ શરીર સૌથી વધુ નબળું હોય છે. પરંતુ મેડિકલ સાયન્સની હકીકતો આ તથ્યોથી સાવ અલગ છે. મેડિકલ રિસર્ચ દ્વારા મળેલી માહિતી મુજબ, દિવસના સામાન્ય સમય કરતાં સવારે 3 થી 4 વચ્ચે અસ્થમાના હુમલાનું જોખમ 300 ગણું વધારે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ સમયે શરીરમાં એડ્રેનાલિન અને બળતરા વિરોધી હોર્મોન્સનું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જેના કારણે શરીરમાં શ્વસનતંત્ર ઘણું સંકોચાય છે. તેમજ, બ્લડ પ્રેશર પણ આ સમયે દિવસની તુલનામાં સૌથી ઓછું હોય છે. આ પણ એક કારણ છે કે મોટાભાગના લોકો સવારે 4 વાગ્યે મૃત્યુ પામે છે.
NIU લેંગોન મેડિકલ સેન્ટરના ડૉ. રોશની રાજ કહે છે કે સવારે 6 વાગ્યે કોર્ટિસોલ હોર્મોનના ઝડપી સ્ત્રાવને કારણે લોહીના ગંઠાવાનું અને હુમલાનું જોખમવધી જાય છે. પરંતુ સૌથી વધુ બ્લડ પ્રેશર રાત્રે 9 વાગ્યાની આસપાસ હોય છે. જે મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેમજ, ડૉ. ચંદર અસરાનીનું માનવું છે કે નબળાઈના કારણે મૃત્યુ થવાની વાત સાવ ખોટી છે. તેમનું કહેવું છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેકની શક્યતા ઘણી વધારે હોય છે.
આ સિવાય રાત્રે સૂતી વખતે પણ લોકો મૃત્યુ પામે છે. તેનું કારણ સ્લીપ એપનિયા છે. એટલે કે આ એક એવી બીમારી છે જેમાં સૂતી વખતે લોકોના શ્વાસ બંધ થઈ જાય છે. જીવન અને મૃત્યુ એક રહસ્ય છે. આથી જ વિજ્ઞાન અને ધર્મ બંને જીવન અને મૃત્યુ વિશેની હકીકતો તેમના જ્ઞાન મુજબ રજૂ કરે છે. જ્યારે જીવન અને મૃત્યુને લઈને અત્યાર સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો : ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે સારા સમાચાર, જાણો કોણ બનાવશે EV ચાર્જર?