ટોપ ન્યૂઝનેશનલ

આ તે કેવું? કર્ણાટકમાં 200 યુનિટ સુધી વીજળી ફ્રી, વધારાનું યુનિટ ₹2.89 મોંઘું

Text To Speech

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ રાજ્યમાં ભાડાના આવાસમાં રહેતા લોકો સહિત તમામ ઘરેલું ગ્રાહકોને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “રાજ્યમાં ભાડાના આવાસમાં રહેતા લોકો સહિત તમામ ઘરેલું ગ્રાહકોને 200 યુનિટ મફત પાવર આપવામાં આવશે.”

રૂ. 2.89 વધુ ચૂકવવા પડશે

સુત્રો ના જણવ્યા અનુસાર,કર્ણાટકના લોકોએ હવે 200 યુનિટથી વધુ વીજળીનો વપરાશ કરવા માટે પ્રતિ યુનિટ રૂ. 2.89 વધુ ચૂકવવા પડશે.

Karnataka CM

કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં 200 યુનિટ મફત વીજળી આપવાનું નક્કી કરતા જાહેર કર્યું અને યુનિટ મોંઘું કર્યું, ત્યારે ભાજપે આકરા પ્રહાર કરતા આ મામલે કોંગ્રેસ પર પોતાના વચનોથી દૂર રહેવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપ સરકારે  આરોપ લગાવ્યો 

કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ CM સિદ્ધારમૈયાએ કેબિનેટ બેઠકમાં 5 વચનો પૂરા કરવાની મંજૂરી આપી હતી. હવે 200 યુનિટ વીજળીના મફત આપવામાં આવશે ,આ જાહેરાત બાદ સામાન્ય લોકો પાસેથી વધુ પૈસા લઈને કર્ણાટકની કોંગ્રેસ સરકાર તેની ગૃહ જ્યોતિ યોજના માટે ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે તેવો આરોપ ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ પર લગાવવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે પહેલેથી જ કહ્યું છે કે સત્તા સંભાળતા પહેલા જનતાએ જે પણ બાકી વીજળી બિલ છે તે ચૂકવવું પડશે.

આ પણ વાંચો:Karnataka Election Results : કર્ણાટક ભાજપ કાર્યાલયમાં સાપ ઘૂસ્યો, સીએમ બોમાઈ પણ ઓફિસમાં હાજર હતા

Back to top button