ટ્રેન્ડિંગફૂડવર્લ્ડવિશેષ

શું વાત છે, 30 વર્ષ જૂનું બર્ગર હજુ પણ એવું ને એવું! જાણો રસપ્રદ વાત

Text To Speech

ઓસ્ટ્રેલિયા, 28 મે:  ઓસ્ટ્રેલિયામાં રહેતા બે માણસો કેસી ડીન અને એડવર્ડ્સ નીટ્ઝ કહે છે કે તેઓએ 1995માં એડિલેડ શહેરમાં મેકડૉનલ્ડ્સમાંથી એક બર્ગર ખરીદ્યું હતું. તેમની પાસે હજુ પણ આ બર્ગર છે જે એવું ને એવું જ છે અને તેઓ તેને પોતાનો ‘સાથી’ કહે છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કેસી ડીન અને એડવર્ડ્સ નીટ્ઝનું કહેવું છે કે તેમની પાસે વિશ્વનું સૌથી જૂનું બર્ગર છે અને તે આજે પણ ખાઈ શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સડો નથી અને તે સંપૂર્ણપણે સલામત છે.

મજાક તરીકે આવ્યો હતો આ વિચાર

કેસી અને એડવર્ડ્સ કહે છે કે આ વિચાર તેમના મગજમાં મજાક તરીકે આવ્યો હતો. બંનેએ જોવું હતું કે શું તેઓ આ બર્ગરને કાયમ પોતાની સાથે રાખવા માગે તો શું તે શક્ય છે. ત્યારથી બંનેમાંથી કોઈએ બર્ગર ખાધું નહીં. તેમને કોઈ અપેક્ષા નહોતી કે બર્ગર કોઈ પણ સડ્યા વિના સુરક્ષિત રહેશે.

ઉંદરો પણ ખાવા માંગતા નથી બર્ગર

કેસી અને એડવર્ડ્સ આગળ સમજાવે છે કે બર્ગર ઘણા વર્ષો સુધી કાર્ડબોર્ડ અને લાકડાનાં બોક્સમાં રાખવામાં આવ્યું હતું. બર્ગર એડિલેડ શહેરમાં ગરમી અને સ્ટોરેજની પરિસ્થિતિઓમાં કોઈપણ નુકસાન વિના એવું ને એવું જ રહ્યું. કેસી ડીને દાવો કર્યો કે બર્ગર કોઈપણ પ્રકારની ગંધ કે સૂક્ષ્મ બેક્ટેરિયાના વિકાસ વિના અકબંધ રહ્યું. જોકે, બર્ગરની સાઈઝ નાની થઈ ગઈ છે. તે કહે છે કે ઉંદરો પણ બર્ગર સાથે કંઈ જ કરવા નહોતા માંગતા. ડીને કહ્યું કે, ઉંદરોએ પ્લાસ્ટિકની થેલીઓ અને કપડાંના ઢગલા ખાઈ લીધા હતાં, ડબ્બામાં પ્રવેશ્યા પણ બર્ગર ન ખાધું.

તેમનું બર્ગર વિશ્વનું સૌથી જૂનું બર્ગર

ડીન અને કેસી દાવો કરે છે કે તેમનો ‘સાથી’ બર્ગર તેમની પાસે સૌથી જૂનો છે. તેમનું કહેવું છે કે પેપર અને કાર્ડબોર્ડની રિંગ્સ સહિત જૂના જમાનાનું પેકેજિંગ બર્ગરની વાસ્તવિક તારીખનો પુરાવો છે.

આ પણ વાંચો: ફળો પર સ્ટીકર કેમ લગાવવામાં આવે છે? જાણો તેનાં પર લખેલા નંબરનો અર્થ

Back to top button