વડોદરામાં બુટલેગરે જે કર્યું એનાથી ગુજરાત સરકારની આબરુનું જાહેરમાં ધોવાણ! જાણો પૂરો મામલો
વડોદરા, 6 નવેમ્બર : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ હજુય કેટલાય શહેરોમાં દારૂબંધીના લીરા ઉડતા જોવા મળે છે. ત્યારે વડોદરામાં એક બુટલેગરે જે કર્યું એનાથી ગુજરાત સરકારની આબરુનું જાહેરમાં ધોવાણ થયું છે. અહીં તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા યુવક પર બુટલેગર અને પિતાએ ચાકુ તથા તલવાર વડે હુમલો કર્યો હતો. બુટલેગર દ્વારા ‘અમે તો દારૂનો ધંધો અહીંયા જ કરીશું, તારાથી થાય તે કરી લેજે’ તેમ કહી છોડાવવા વચ્ચે પડેલા યુવકના ફુવા, ભાઈ સહિતના મિત્રો મળી છ લોકો પર હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરાના તરસાલીમાં આવેલા વુડાના ક્વાર્ટરમાં રહેતા વિશાલ લુહાર નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે 5 નવેમ્બરના રોજ હું જમીને ઘરની બહાર શેરીમાં મારા મિત્ર જાવેદ સાથે ઉભો હતો. દરમિયાન અગાઉ મારો મિત્ર વિકિ હેમંત જોશી કે જે હાલ મકરપુરા ગામ જલારામનગર ખાતે રહે છે, પરંતુ તે વધારે અમારા તરસાલી વુડાના મકાનમાં તેની બેઠક છે તે વિકિ જોશી તથા તેના પિતા હેમંત જોષી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
દરમિયાન તે વખતે આ વિકિએ મને છાતીના નીચેના પેટના ભાગે છરી મારી દીધી હતી તથા તેના પિતા હેમંત જોશીએ તલવારથી હુમલો કર્યો હતો અને ગડદાપાટુની માર મારી જાહેરમાં ગાળો બોલવા લાગ્યો હતો અને મને જણાવ્યું હતું કે, હું અહીં દારૂનો ધંધો કરવાનો છું તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. મારા સગા ફુવા હરિદાસ મારથી બચાવવા માટે વચ્ચે પડેલ તો તેણે વિકિએ મારા ફુવાને હથોડી અને છરી મારી દીધી હતી. ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખાતે થઈ જતા હતા. તે વખતે મને ગાડીમાં બેસાડતી વખતે વિકિ તથા તેના પિતાએ મારા તથા મારી હાજર મિત્રો વિગેરે સાથે ઝઘડો આજે તમે બચી ગયા પરંતુ બીજીવાર ધ્યાન રાખજો તેમ કહી મને ધમકી આપી હતી.
આ પણ વાંચો :- શું અમેરિકા ઇઝરાયેલનો સાથ છોડી દેશે, મિડલ ઇસ્ટ પર શું હશે ટ્રમ્પનું વલણ?