ગુજરાતની લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી કઈ રણનીતિ સાથે ઉતરશે ?
- ‘આપ’ના ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
- અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી અને પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી
- ગુજરાતની બધી લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી કઈ રણનીતિ સાથે ઉતરશે તેની વિસ્તૃત ચર્ચા થઈ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના પ્રદેશ નેતૃત્વને તેડું મોકલ્યું હતું. ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા દિલ્હી પહોંચ્યા હતા અને અરવિંદ કેજરીવાલ સાથે એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં 2024ની આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી
આમ આદમી પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ વિધાનસભાની સીટો પર ચૂંટણી લડી હતી અને પાંચ સીટો પર જીત મેળવી હતી તથા 40 સીટ પર બીજા સ્થાને રહ્યા હતા. તો આ જ રીતે ગુજરાતની તમામ લોકસભા સીટો પર પણ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. તો તેને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાતના તમામ સમીકરણો અને ગુજરાતના મુદ્દાઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ અને કઈ રીતે સંગઠનને મજબૂત બનાવીને, લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને વિજય અપાવી શકીએ, તે બાબતની પણ ચર્ચા વિચારણા થઈ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ મજબૂત સંગઠન બનાવી લીધું હતું અને આ મજબૂત સંગઠન હજુ પણ ગુજરાતભરમાં અકબંધ છે. તો આગામી સમયમાં લોકસભા ચૂંટણી માટે કઈ રીતે આ સંગઠનને બધું મોટું અને મજબૂત કરવામાં આવે તે બાબતમાં પણ વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને દેશની રાજનીતિમાં જે સકારાત્મક રાજનીતિની શરૂઆત અરવિંદ કેજરીવાલએ કરી છે તે સકારાત્મક રાજનીતિને આગળ વધારવામાં આવશે.
આ પણ વાંચો : રે કળયુગ ! માતાએ જ પોતાની બે પુત્રીઓની ઘાતકી હત્યા કરી નાખી