ઉંમર પ્રમાણે તમારો વજન કેટલો હોવો જોઈએ? જાણો અહીં
HD એકસપ્લેનેશન ડેસ્કઃ આપણે ઘણી વાર જોયું હશે કે કોઈનો વજન ખુબ વધારે હોય છે તો કોઈનો વજન એકદમ ઓછો , જેમ વધારે વજન હોય એ સારુ નથી તેમ ઓછો વજન પણ સારો નથી. બન્ને સ્થિતીમાં શરીર બિમારીનું ઘર બને છે. તો અહીં આપણને એક પ્રશ્ન થાય કે તો વજન કેટલો હોવો જોઈએ.
વજન તમારી ઉંમર પ્રમાણે હોવો જોઈએ: સૌથી પહેલા એ સમજી લો કે તમારો વજન તમારી ઉંમર પ્રમાણે હોવો જોઈએ. તમારી ઉંમર પ્રમાણે તમારો વજન તપાસવા માટે BMI ઉપયોગી બની શકે છે. દરેક માણસના શરીર અલગ અલગ હોય છે. શરીરની સાથે સાથે વજન પણ અલગ અલગ હોય છે. BMI વ્યક્તિની ઉંમર, ઉંચાઈ અને લીંગના આધારે નક્કી કરવામાં આવે છે.
BMIનું ફુલ ફોર્મ બોડી માસ ઈન્ડેક્સ થાય છે, તમે ઓનલાઈન રીતે પણ આ કેલક્યુલેશન કરી શકો છો. અથવા તો આજે અમે જે ટેકનીક બતાવા જઈ રહ્યા છીએ તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો.
ઉંમર પ્રમાણે વજન કેટલો હોવો જોઈએ?:
- નવજાત બાળક છોકરો કે છોકરી બને માટે વજન 3.3 કિલો હોવો જોઈએ
- 2 થી 5 મહિનાના બાળક માટે જો છોકરો હોય તો 6 કિલો તથા છોકરી માટે 5.4 કિલો હોવુ જોઈએ
- 6 થી 8 મહિનાના છોકરાનો વજન 7.2 હોવો જોઈએ તથા છોકરી માટે 6.5 કિલો હોવો જોઈએ
- 9 થી 1 વર્ષના છોકરાનો વજન 10 કિલો તથા છોકરીનો વજન 9.5 કિલો હોવો જોઈએ
- છોકરાની ઉમર 2 થી 5 હોય તો તેનો વજન 12.5 તથા છોકરીનો વજન 11.8 હોવો જોઈએ
- 6 થી 8 વર્ષના છોકરા માટે વજન 12 થી 18 કિલો તથા છોકરી માટે 14 થી 17 હોવો જોઈએ
- છોકરા અને છોકરી બનેની ઉંમર જો 9 થી 11 હોય તો તેનો વજન 28 થી 31 વચ્ચે હોવો જરુરી છે.
- 12 થી 14 વર્ષના છોકરા માટે 32 થી 38 તથા છોકરી માટે 32 થી 36 કિલો હોવો જોઈએ
- જો છોકરો 15 થી 20 વર્ષની વચ્ચે હોય તો તેનો વજન 40 થી 50ની વચ્ચે હોવો જોઈએ તથા છોકરીનો વજન 40 થી 45 વચ્ચે હોવો જોઈએ
- 21 થી 30 વચ્ચેના યુવકનો વજન 60થી 70 તથા યુવતી માટે 50 થી 60 હોવો જોઈએ
- 30 થી 40 વર્ષના પુરુષનો વજન 59 થી 75 કિલો તથા સ્ત્રીનો વજન 60 થી 65 વચ્ચે હોવો જોઈએ
- જો કોઈ પુરુષ 40 થી 50ની વચ્ચે હોય તો તેનો વજન 60 થી 70 ની વચ્ચે તથા સ્ત્રી માટે 59 થી 65 વચ્ચે હોવો જોઈએ
- 50 થા 60 વચ્ચેની વય મર્યાદા ધરાવતા પુરુષનો વજન 60 થી 70 તથા એક સ્ત્રી માટે 59 થી 65 કિલો હોવો જોઈએ
જો તમારો વજન ઉપર બતાવેલ પ્રમાણે ના હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ
(આ માહીતી સામાન્ય જાણકારી માટે છે. ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે)