પરિણિત લોકો કયા કારણોથી પાર્ટનર સાથે કરે છે ચીટિંગ?
- ફક્ત પુરુષો અન્ય સ્ત્રીઓ તરફ એટ્રેક થાય છે તેવુ જ નથી
- સ્ત્રીઓ પણ ક્યારેક અન્ય પુરુષો તરફ આકર્ષાતી હોય છે
- કોમ્યુનિકેશન ગેપ પતિ-પત્નીના સંબંધોમાં દગાખોરીનું મુખ્ય કારણ છે
એવું કહેવાય છે કે લગ્ન એ લાડુ છે જેને ખાનાર વ્યક્તિ પણ પસ્તાય છે અને જે નથી ખાતો તે લલચાય છે. લગ્ન જીવનમાં મજાની સાથે થોડી દુવિધાઓ પણ હોય છે. પુરુષોમાં આ બાબતે સૌથી વધુ કન્ફ્યુઝન જોવા મળે છે. તમે નોટિસ કર્યુ હશે કે કેટલાય પુરુષો લગ્ન બાદ પણ અન્ય મહિલાઓને પસંદ કરે છે, તો સ્ત્રીઓ પણ અન્ય પુરુષો તરફ એટ્રેક થતી હોય છે. તે પોતાના પાર્ટનરને દગો કરતા પણ અચકાતી નથી.
કેટલાક લોકોના મગજમાં સવાલ આવે છે કે લોકો પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કેવી રીતે કરી શકે? ચીટિંગ કે સંબંધોમાં ધોકો આપવાનું કોઇ એક જેન્ડર માટે સ્પેસિફિક હોતુ નથી. મહિલાઓ પણ આ પ્રકારના પગલા ભરી શકે છે. આપણે જાણીએ વ્યક્તિ કયા કારણોસર ચીટિંગ કરવા પ્રેરાય છે તે અંગે વાત કરીએ.
કોમ્યુનિકેશનનો અભાવ
લગ્નના થોડા વર્ષો પછી પતિ-પત્નીની વચ્ચે કોમ્યુનિકેશન ગેપ આ દગા કે ચીટિંગનું મુખ્ય કારણ બની શકે છે. આ કારણે લોકો પોતાના પાર્ટનરને ઇગ્નોર કરવા લાગે છે. આ કારણે વ્યક્તિ કોઇ અન્ય તરફ આકર્ષિત થાય છે. જ્યારે આપણે આપણા પાર્ટનર સાથે કોમ્યુનિકેટ કરી શકતા નથી, તો આપણી વચ્ચેનું અંતર વધવા લાગે છે.
કમ્પેરિઝન કરવી
કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ બીજાની લાઇફ સાથે પોતાની જિંદગીને કમ્પેર કરવા લાગે છે. આવા સંજોગોમાં પતિને લાગે છે તે બીજી પત્નીઓના પતિ વધુ સારી લાઇફ જીવી રહ્યા છે, સ્ત્રીઓને લાગે છે કે તેના મિત્રોની લાઇફ વધુ સારી છે. જ્યારે મેરિડ લાઇફમાં કમ્પેરિશનને પ્રવેશી જાય છે, ત્યારે સંબંધોમાં પ્રેમ, પેશન અને વિશ્વાસ ઘટી જાય છે.
એક જેવી જિંદગી જીવવી
કોઇ પણ રિલેશનશિપમાં બ્રેક લેવો જરૂરી છે. બ્રેક લેવાનો અર્થ એ નથી કે તમે તમારા પાર્ટનરથી અલગ થઇ જાવ. બ્રેક લેવાનો અર્થ છે તમારા પાર્ટનરને થોડી સ્પેસ આપવી. બધા લોકો એક જેવી જિંદગી જીવતા જીવતા બોર થઇ જાય છે. આવા સંજોગોમાં પાર્ટનરને લાગે છે કે તેમની વચ્ચે અંડરસ્ટેન્ડિંગ, પ્રેમ અને સ્પાર્ક ખતમ થઇ ગયો છે. આ કારણે તેઓ એકબીજાને દગો કરી શકે છે.
રિલેશનશિપની જરૂરિયાતો પુરી કરો
ઘણી વખત લોકો લોંગ ટર્મ રિલેશનશિપમાં બોર થાય છે, પરંતુ તેઓ પોતાના સંબંધોને ગુમાવવા ઇચ્છતા નથી. આવા સંજોગોમાં પાર્ટનરના મનમાં સવાલ થાય છે કે નાનું અફેર નુકશાનકારક નથી. તેથી તેઓ શોર્ટ ટર્મ રિલેશનશિપમાં ચાલ્યા જાય છે.
આટલુ ભુલ્યા વગર યાદ રાખો
ધોકો કે દગો કોઇ પણ વ્યક્તિ કરે, પરંતુ આ પ્રકારની ભુલોને માફ કરવી કોઇના માટે પણ સરળ નથી. કોઇ પણ વ્યક્તિની ફિલિંગ્સ સાથે રમવાનો કોઇને હક નથી હોતો.
આ પણ વાંચોઃ સારા સ્પીકર બનવા ઇચ્છો છો? તો આટલી બાબતોનો ખાસ રાખો ખ્યાલ