ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

નરેન્દ્ર મોદીએ ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં આદિવાસી પરિવારમાં જે જોયું હતું…

ગાંધીનગર, ૧૫ નવેમ્બર, જનજાતિ ગૌરવ દિવસ સમગ્ર દેશમાં, 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને સમર્પિત છે, તેને “આદિવાસી ગૌરવ” દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે તેમના ગુજરાત સાથે જોડાયેલા યુવાનીના ખાસ દિવસો પણ યાદ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન પોતે પણ જ્યારે દેશના કોઈ ભાગમાં જાય અને ત્યાં તેમણે અગાઉ મુલાકાત લીધી હોય તો સભા કે કાર્યક્રમ દરમિયાન તેનો ઉલ્લેખ કરતા હોય છે. આ સિવાય પ્રજા પાસે પણ તેમનું જૂનું સાહિત્ય કે તસ્વીરો હોય તેને રજૂ કરીને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને યાદ કરતા રહે છે.

ગુજરાતના મુખ્યમંત્રી નહોતા તે પહેલા વડાપ્રધાન મોદી વિવિધ ચળવળો, દેશ સેવાના કાર્યોમાં ઓતપ્રોત રહેતા હતા. આજે 15મી નવેમ્બરે જ્યારે બિરસા મુંડાની જયંતીને જનજાતી ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે નરેન્દ્ર મોદી અને જનજાતી સાથે જોડાયલી વાતોને ફરી એકવાર તાજી કરવામાં આવી રહી છે. જેમાં યુવાનીના દિવસોમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ધરમપુરની મુલાકાત લીધી તેને પણ યાદ કરવામાં આવી રહી છે. X પર ‘મોદી આર્ચિવ’ નામનું પેજ છે તેના પર આ બાબતોનો ઉલ્લેખ કરીને તેને યાદ કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સેવાભાવી લોકો સાથે ચાલતા કે સાઈકલ લઈને દુર્ગમ વિસ્તારોમાં ફરીને છેવાડાના માનવીને મળતા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીની આંખો ભરાઈ આવી

આ દરમિયાન વડાપ્રધાન મોદી એક છેવાડાના ગામમાં ગયા ત્યારે એક દંપત્તીએ તેમનું સ્વાગત કર્યું હતું અને નાસ્તામમાં ખાવા માટે અડધો બાજરીનો રોટલો અને એક વાટકો દૂધ આપ્યું હતું. આ જોઈને વડાપ્રધાન મોદીને તરત ખ્યાલ આવી ગયો હતો કે આ જે જમવાનું આપવામાં આવ્યું છે તે તેમના નાના બાળકના ભાગનું હશે. તેમણે માત્ર પાણી સાથે રોટલી ખાઈને પોતાનો નાસ્તો પૂર્ણ કરી લીધો હતો, તેમણે દૂધ લેવાની ના પાડી દીધી હતી. આ પછી નાનો છોકરાએ તરત જ તે દૂધનો વાટકો ગટકાવી દીધો હતો, આ જોઈને વડાપ્રધાન મોદીની આંખો ભરાઈ આવી હતી.

X પર ‘મોદી આર્ચિવ’નામના પેજ પર પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીના શરૂઆતના વર્ષો દૂરના આદિવાસી વિસ્તારોમાં પગપાળા, સાઇકલ અને મોટરસાઇકલ પર વ્યાપક પ્રવાસ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આજે, જેમ આપણે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરીએ છીએ, અમે એવા ઘણા અનુભવો પર પ્રતિબિંબિત કરીએ છીએ જેણે તેમને આદિવાસી સમુદાયોના સંઘર્ષોને પ્રથમ હાથે સમજવામાં મદદ કરી અને તેમને તેમના સમાવેશી વિકાસ માટે અથાક કામ કરવા પ્રેરણા આપી.

આ પણ વાંચો..રાજ્યપાલે નેત્રંગ તાલુકામાં ખાટલા પરિષદ યોજીને પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો, ખેડૂતોનું સન્માન પણ કર્યું

Back to top button