કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા શું પગલાં લેવાયા ?
જૂનાગઢમાં હાલમાં સારા એવા પડેલા વરસાદના પગલે જિલ્લાભરમાં મેડિકલ કેમ્પો, સર્વેન્સ, ક્લોરીનેશન ટેસ્ટ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ૧૨૭૩૬૨૪ વસ્તી, તેમજ ૪૯૯ ગામોમાં, ૧૩૮ મેડીકલ ટીમો દ્વારા મેડિકલ કેમ્પો, ક્લોરીનેશન, પાણીજન્ય મચ્છરથી થતા રોગો માટેના અટકાયતી પગલાઓની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનું કામગીરી જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતાના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.
શનિવારે ૫૭ ગામોમાં ૫૭ મેડિકલ કેમ્પ, પેરામેટિકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેન્સ
જૂનાગઢ જિલ્લામાં ગત તા.૧૬ના ૫૭ ગામોમાં ૫૭ મેડિકલ કેમ્પ કરાયા છે, જેમાં ઝાડાના ૬૭ કેસો, પાણીજન્ય રોગોના ૧૦ કેસો, તાવના ૧૨૩ કેસો એરબોનના ૮૭ કેસો, તેમજ સામાન્ય રોગના ૧૫૮૩ કેસો મળી આવ્યા છે. દર્દીઓની સ્થળ ઉપર જ આરોગ્ય તપાસ કરીને સારવાર આરોગ્ય ટીમ દ્વારા અપાય છે. આ ઉપરાંત ૨૯૯ પેરામેટિકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેન્સની કામગીરી હાથ ધરી એક ૧૩૮૭૬ વસ્તીનું સર્વલન્સ કરાયુ છે, જેમાં સામાન્ય રોગની લોહીની તપાસ માટેના ૪૦૬૧ નમૂના લીધેલા છે બ્લીચીંગ પાવડરની ૧૩૮ બેગ તેમજ નવ લાખ ક્લોરીનની ગોળીઓ ફાળવી અપાય છે.
વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં એ માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાય
જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોકચાળાની અગમચેતીના ભાગરૂપે સફાઈ દવા છંટકાવવાની ઝુંબેશ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે. વરસાદ બાદ પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર, જિલ્લાની નગરપાલિકાઓમાં સાફ-સફાઈ કાદવ કિચડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.