ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

કેવા પુરુષોને સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી કરતી, તેઓ તેમનાથી દૂર ભાગે છે, શું કહે છે અભ્યાસ?

અમદાવાદ, 26 ડિસેમ્બર : તાજેતરમાં ઘણા સર્વે અને અભ્યાસ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે મહિલાઓ પુરુષોને કેવી રીતે નફરત કરે છે, એટલે કે તેઓ તેમને બિલકુલ પસંદ નથી કરતી. સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા સર્જાઈ રહી હોવાથી સ્ત્રીઓએ પોતાની પસંદ-નાપસંદ ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. તમે આમાં જે વસ્તુઓ વાંચશો તે ઘણા પ્રકારના અભ્યાસ અને સર્વેક્ષણો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો આપ્યા.

પુરૂષોનું વર્ચસ્વ

એક અભ્યાસ કહે છે કે મહિલાઓને હવે વર્ચસ્વ ધરાવતા પુરૂષો જરા પણ પસંદ નથી. જે ખુદને હંમેશા પોતાને ઉપર રાખી અને મહિલાઓના મંતવ્યોને નીચે રાખે છે. એક સમય હતો જ્યારે મહિલાઓ આવા પુરૂષો સાથે સમાધાન કરતી હતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, મહિલાઓ આવા પુરુષોને હવે સહન કરી શકતી નથી.

રિલેશનશિપ કાઉન્સેલરના જણાવ્યા અનુસાર, પુરૂષોનું વર્ચસ્વભર્યું વર્તન હવે મહિલાઓ જરા પણ સહન કરતી નથી. કારણ કે હવે તે સમાનતા ઈચ્છે છે. નિર્ણયો લેવામાં હંમેશા તેમના પાર્ટનર પોતાની મરઝી ચલાવેએ તેને જરા પણ પસંદ નથી. તે સંબંધમાં આને સારી બાબત માનતી નથી.

ગુસ્સેલ અને રફ એન્ડ ટફ ટાઈપ

નવા યુગની સ્ત્રીઓ અને છોકરીઓને ગુસ્સેલ અને રફ એન્ડ ટફ ટાઈપના પુરુષો પણ પસંદ નથી આવતા. અભ્યાસ કહે છે કે તે ચોક્કસપણે એવા પુરૂષો ઈચ્છે છે જેનું વ્યક્તિત્વ સારું હોય અને નરમ પણ હોય, તેથી તેણે રફ પુરુષોથી દૂર ભાગવાનું શરૂ કર્યું છે. સાથે જ, આવા પુરુષો હંમેશા છોકરીઓને તેમની આસપાસ રાખી સકતા નથી.

અપશબ્દોનો ઉપયોગ

જે પુરુષો વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કરે અથવા તો લુઝ ટોક કરે છે તેવા પુરુષો તેઓને બિલકુલ પસંદ નથી આવતા. નવા યુગની સ્ત્રીઓ તેમનાથી છુટકારો મેળવી લે છે. લગભગ એક વર્ષ પહેલા, આઉટલુક મેગેઝિનના એક ઓનલાઈન સર્વેમાં, તમામ વય જૂથોની સ્ત્રીઓએ એવા પુરુષોને નકારી કાઢ્યા હતા જેઓ લુઝ ટોક કરે છે.

જે પુરુષ વધુ પડતો આલ્કોહોલ પીવે છે

જે પુરુષ વધુ પડતો આલ્કોહોલ પીવે છે તેને પણ સ્ત્રીઓ નાપસંદ કરે છે અલબત્ત દારૂ પીવો એ યુવાનોમાં એક નવો ટ્રેન્ડ છે. છોકરીઓને એવા લોકો પસંદ નથી કે જેઓ વધારે પીધા પછી હંગામો મચાવે. આઉટલુકના સર્વેમાં મહિલાઓને આ બાબત સૌથી વધુ પસંદ નથી આવી. જ્યારે તેને 10 ના પેરામીટર પર તેના નાપસંદને રેટ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે તેને 7.8 નો સ્કોર આપ્યો. રસપ્રદ વાત એ છે કે દરેક ઉંમરની સ્ત્રીઓ વધુ પડતા પીનારા પુરુષોને સખત નાપસંદ કરે છે.

જેન્ટલમેન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે “બોલે છે કઈક અને કરે છે કઈક ” તેવા પુરુષો સ્ત્રીની દૃષ્ટિથી હમેશા માટે ઉતરી જાય છે. મતલબ કે, મોટી-મોટી વાતો ના કરો, જે તમારાથી થઈ શકે તેમ હોય એજ કહો ને કરો. મોટી-મોટી હાંકવાં વાડા પુરુષો પણ નથી પસંદ આવતા અત્યારની છોકરીઓને.

આઉટલુકના સર્વે અનુસાર બેજવાબદાર અને બેદરકાર પુરુષો પણ મહિલાઓને પસંદ નથી. તેમજ હિંસક વર્તન, અપમાનજનક વાતો, સેલ્ફ સેંટર્ડ આવું બધુ કરો છો તો સાવચેત થઈ જાઓ, કારણ કે તમારી આ આદતો તમને સ્ત્રીઓથી દૂર કરી શકે છે.

આ પણ વાંચો :  ગેસ વાળા ગ્રહો કેમ આસપાસ કોઈ પૃથ્વીને બનવા દેતા નથી ?

Back to top button