વીડિયો: વરરાજાની ગાડીનો આ તે કેવો શણગાર! લગ્ન કરવા જાય છે કે…


HD ડેસ્ક, 16 ફેબ્રુઆરી : ભારતમાં સર્જનાત્મક વિચારકોની કોઈ કમી નથી. કોઈ તેના મગજનો ઉપયોગ કરીને તેની દુકાનનું નામ અનોખું રાખે છે તો કોઈ તેની વાનગીને વિચિત્ર નામ આપે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે. હવે આ ક્રિએટિવ માઇન્ડ લગ્ન સુધી પહોંચી ગયું છે. વરરાજાની કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે આ વરરાજો લગ્ન કરવા જાય છે કે પછી તેની દુકાનનો સામાન વેચવા..
આ રીતે કાર કોણ શણગારે?
ભારતમાં યોજાતા તમામ લગ્નોમાં તમે જોયું જ હશે કે વરરાજાના વાહનને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવે છે. કેટલાક ફૂલોથી શણગારે છે જ્યારે કેટલાક અલગ પદ્ધતિ અપનાવે છે. પરંતુ શું તમે ક્યારેય વેફર્સ અને કુરકુરે જેવા પેકેટ્સથી શણગારેલું વાહન જોયું છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વાહન જોવા મળે છે જેના પર તમે બાળકોનો નાસ્તો જોશો. કારને આગળથી પાછળ સુધી માત્ર આ નાસ્તાના પેકેટથી સજાવવામાં આવી છે.
જુઓ આ વાયરલ વીડિયો
Dulha chakhna sath laya hai pic.twitter.com/9lAq7HCsal
— desi mojito 🇮🇳 (@desimojito) February 15, 2024
વીડિયો જોયા પછી લોકોએ શું કહ્યું?
આ વીડિયોને @desimojito નામના પેજ પરથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વરરાજો ચખનાં સાથે લાવ્યો છે.’અત્યારસુધી આ વીડિયોને 57 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- કેવા કેવા નમુના રહે છે આ દુનિયામાં, અન્ય એક યુઝરે લખ્યું- જ્યારે તમે ગ્રોસરી સ્ટોરના માલિક સાથે લગ્ન કરો. ત્રીજા યુઝરે લખ્યું- કુરકુરે નથી દેખાતા? અમે આવા લગ્નની નિંદા કરીએ છીએ. અન્ય એક યુઝરે લખ્યું- આ ખોંખા વાળાના લગ્ન છે.
આ પણ વાંચો : વીડિયો: શું આ એલિયન ગ્રહ છે? અવકાશમાંથી જોવા મળ્યો પૃથ્વીનો અનોખો નજારો