એવી તે કેવી મજબૂરી? કેમ આ મહિલા રોજ એક બોટલ બેબી પાવડર ખાય છે?
- અમેરિકાના લુઇસિયાનામાં રહેનારી એક મહિલા દરરોજ ખાય છે બેબી પાવડર
- સામાન્ય રીતે જે ખોરાક ખાય છે તેના કરતાં મહિલા બેબી પાવડરને વધુ પ્રાથમિકતા આપે છે
વૉશિંગ્ટન ડીસી, 10 ડિસેમ્બર : એક મહિલા દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે, તેને બેબી પાવડરની ટેવ છે. અને તે દરરોજ તેની આખી બોટલ ખાય છે. 27 વર્ષની ડ્રેકા માર્ટિન અમેરિકાના લુઇસિયાનામાં રહે છે. તેણીએ કહ્યું કે, તેણે આ વર્ષે જ આ પ્રોડક્ટ પર 4 હજાર ડોલર (લગભગ 3.33 લાખ રૂપિયા) ખર્ચ્યા છે. ડ્રેકાનો દાવો છે કે તે દરરોજ જોન્સન એલો અને વિટામિન ઈની 623 ગ્રામ બોટલનું સેવન કરે છે. તેણી કહે છે કે, તે સામાન્ય રીતે જે ખોરાક ખાય છે તેના કરતાં તે આને વધુ પ્રાથમિકતા આપે છે.
બેબી પાવડર ખાવાની મહિલા પડી ગઈ આદત
જોન્સનના પાવડર પર સ્પષ્ટ લખેલું છે કે, તે માત્ર ત્વચા પર લગાવવા માટે છે ખાવા માટે નહીં. જ્યારે મહિલાનું કહેવું છે કે, તેણીને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી અને હવે આ તેની આદત બની ગઈ છે. યુકેના ટેબ્લોઈડ મિરરના અહેવાલ અનુસાર, તેણે કહ્યું કે તેને ખાવાથી તે સારું અને આનંદ અનુભવે છે.
ડ્રેકાએ પિકા (PICS ઇટીંગ ડિસઓર્ડર) હોવાની શક્યતા પણ જાહેર કરી છે, જે એક ઇટીંગ ડિસઓર્ડર છે જેમાં લોકો બિન-ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે કહે છે કે, તેના માટે આ આદત છોડવી મુશ્કેલ છે. તે પરિવારના સભ્યોની ચિંતાઓને સમજે છે પરંતુ તેને છોડવી તેના માટે પડકારજનક છે. ડ્રેકા વધુમાં કહે છે કે, ‘મને બેબી પાવડર ખાવાનો શોખ છે. તેનો સ્વાદ તેની ગંધ જેવો જ છે. તે મને સારું લાગે છે અને ખુશી અનુભવાય છે. તેણે કહ્યું કે આ મામલે તે એવા સ્તરે પહોંચી ગઈ છે જ્યારે તે રિયલ ફૂડને બદલે બેબી પાવડર પસંદ કરશે. તે કહે છે કે એક રીતે બેબી પાવડરે તેને પોતાના કબજામાં લઈ લીધો છે.
આ પણ જુઓ :7.43 લાખ નકલી મનરેગા જોબ કાર્ડ કાઢવામાં આવ્યા, યુપીમાં સૌથી વધુ !