તમારી જન્મતારીખનો મુળાંક કયોઃ જાણો 2024 તમને ફાયદો કરાવશે કે નહિ?
- જે લોકોનો મુળાંક 8 છે, તે લોકો માટે 2024નું વર્ષ શુભ રહેવાનું છે. જાણો અંક જ્યોતિષ અનુસાર વર્ષ 2024 બીજા કયા મુળાંક વાળા લોકો માટે લાભકારી સાબિત થશે.
નવા વર્ષ 2024ની શરૂઆત થઈ ચુકી છે. 2024નું નવુ વર્ષ શનિનું વર્ષ માનવામાં આવ્યું છે. 2+0+2+4 કરતા ટોટલ 8 ભાગ્યાંક આવે છે. અંક જ્યોતિષમાં 8 નંબર શનિનો અંક માનવામાં આવે છે. જે લોકોની જન્મતારીખનો મુળાંક 8 છે, તે લોકો માટે 2024નું વર્ષ શુભ રહેવાનું છે. જાણો અંક જ્યોતિષ અનુસાર વર્ષ 2024 કયા મુળાંક વાળા લોકો માટે લાભકારી સાબિત થશે.
મુળાંક 8
જે લોકોની જન્મતારીખનો મુળાંક 8 છે, તેમના માટે 2024નું વર્ષ લાભકારી છે. તમારા માટે કોઈ નવા કામની શરૂઆત કરવી શુભ રહેશે. વ્યવસાયમાં પણ ખુબ લાભ મળશે. જોબ શોધી રહેલા લોકોને ગુડ ન્યુઝ મળી શકે છે. તમારું આરોગ્ય પણ સારુ રહેશે.
મુળાંક 5
2024નુ નવું વર્ષ મુળાંક 5ના લોકો માટે પણ લકી સાબિત થઈ શકે છે. આ વર્ષે તમે ખુબ ટ્રાવેલ કરશો. વિદેશની યાત્રાના પણ યોગ છે. તમારી ફાઈનાન્સિયલ સિચ્યુએશન સ્ટ્રોંગ રહેશે. ભાગ્યનો સાથ મળશે અને આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે.
મુળાંક 7
મુળાંક 7ના લોકો માટે પણ 2024નું વર્ષ ફાયદાકારક રહેશે. તમારા રોકાયેલા કામ ગતિ પકડશે. સિંગલ લોકો રિલેશનશિપમાં આવી શકે છે. તમારી હેલ્થ પર વધુ ધ્યાન રાખો. સ્ટ્રેસથી બચો. કરિયરમાં થોડા ચઢાવ ઉતાર રહેશે.
મુળાંક 6
નવું વર્ષ મુળાંક 6ના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રમોશનના યોગ છે. આર્થિક સ્થિતિ સ્ટેબલ રહેશે. દોસ્તોનો ભરપુર સાથ મળશે. લવ લાઈફમાં રોમાન્સ જળવાયેલો રહેશે. સેલ્ફ લવ પર ફોકસ કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ 2024: નવા વર્ષની સાથે-સાથે દેશમાં થશે આ ફેરફાર, તમને શું થશે અસર?