વિદ્યારંભ સંસ્કાર શું છે? બાળકના શિક્ષણનો આરંભ કરાવવા માટે જુલાઈમાં આ છે શુભ મુહૂર્ત


- સનાતન ઘર્મમાં જે 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે, તેમાં એક છે વિદ્યારંભ સંસ્કાર. જ્ઞાન જ તમામ પ્રકારના અંધકારનો નાશ કરે છે. ભ્રમને જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. તેથી વિદ્યારંભ સંસ્કાર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે
હિંદુ સનાતન ઘર્મમાં જે 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે, તેમાં એક છે વિદ્યારંભ સંસ્કાર. તેના વિશે અનેક પ્રાચીન ગ્રંથોમાં વિસ્તાર પૂર્વક જણાવાયું છે. આ સંસ્કાર જીવનમાં જ્ઞાનના મહત્ત્વને બતાવે છે. જ્ઞાન જ તમામ પ્રકારના અંધકારનો નાશ કરે છે. ભ્રમને જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. તેથી વિદ્યારંભ સંસ્કાર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. વિદ્યારંભ સંસ્કારની પાછળ વિદ્વાનોનું માનવું છે કે આ સંસ્કારના માધ્યમથી સંતાનને પ્રારંભિક શિક્ષણ અંગે પ્રેરિત કરવું. પુરાતન કાળમાં ગુરુકુળની પરંપરા હતી, તેની પાછળ વેદોનું જ્ઞાન આપવાનું કારણ હતું.
सा विद्या या विमुक्तये
તેનો અર્થ એ થાય છે કે જ્ઞાન જ મનુષ્યની આત્મિક ઉન્નતિનું માધ્યમ છે. જ્ઞાનથી જ માણસની પ્રગતિ થાય છે. તેથી સનાતન ધર્મમાં વિદ્યારંભ સંસ્કારને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણા ગુરુઓ, વડીલો અને મહાન ઋષિઓનું માનવું છે કે વિદ્યારંભ સંસ્કાર શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. જુલાઈ 2024માં વિદ્યારંભ માટે કેટલાક શુભ મુહૂર્ત નીચે મુજબ છે.
જુલાઈ 2024ના શુભ મુહૂર્ત
વર્ષ 2024માં જો તમે બાળકના શિક્ષણનો પ્રારંભ કરાવવાનું વિચારી રહ્યા છો તો જુલાઈમાં આ શુભ મુહૂર્તમાં તમે વિદ્યારંભ સંસ્કાર કરી શકો છો.
3 જુલાઈ 2024, બુધવાર સવારે 5.28થી 6.29 સુધી રોહિણી નક્ષત્ર
7 જુલાઈ 2024, રવિવાર સાંજે 7.70 વાગ્યાથી રાતે 9.32 સુધી પુષ્ય નક્ષત્ર
10 જુલાઈ 2024, બુધવાર સવારે 7.37થી સવારે 9.22 સુધી મઘા નક્ષત્ર
11 જુલાઈ 2024, ગુરૂવાર સાંજે 7.49 વાગ્યાથી રાતે 9.16 વાગ્યા સુધઈ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર
આ પણ વાંચોઃ એક વર્ષ બાદ બુધ-શુક્ર મેષ રાશિમાં એક સાથે, આ રાશિઓને મળશે પૈસા