શું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડઃ કેન્સરનો ખતરો ટાળવો હોય તો રહો દુર
આજકાલ લોકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ વધુ પસંદ આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં ફાઇબરની માત્રા ઓછી અને સુગરની માત્રા વધુ હોય છે. આવી વસ્તુઓ ખાવાથી પેટ તો ભરાઇ જાય છે, પરંતુ વજન પણ ઝડપથી વધવા લાગે છે. એક્સપર્ટની વાત માનીએ તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડના સેવનથી હેલ્થને સૌથી વધુ ખતરો રહે છે. હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યુ છે કે જો લાંબા સમય સુધી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડનું સેવન કરવામાં આવે તો કેન્સરનો ખતરો વધી જાય છે. સૌથી પહેલા એ જાણો શું હોય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ
કોને કહેવાય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં કેટલાય તત્વો સામેલ હોય છે. આ ફુડ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડને કોસ્મેટિક ફુડના નામે પણ ઓળખવામાં આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં તમામ પ્રકારના તત્વો સમાપ્ત થઇ જાય છે. આ ફુડ ફેક્ટરીમાં બને છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં માત્ર કેલરી વધુ હોય છે. તેમાં વધુ પ્રમાણમાં સુગર અને ફાઇબર સહિત પ્રોટીનની માત્રા ઓછી હોય છે.
કયા ફુડ છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ
- ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને સૂપ
- રેડી ટુ ઇટ મીલ્સ
- પેક્ડ સ્નેક્સ
- ફિજી કોલ્ડ ડ્રિંક્સ
- કેક, બિસ્કિટ, ડબ્બાબંધ મીઠાઇ
- પિત્ઝા, પાસ્તા, બર્ગર
શું અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડથી કેન્સર થવાનો ખતરો?
લંડનની ઇમ્પીરિયલ કોલેજના એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે જો લાંબા સમય સુધઈ આ ફુડનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ખરેખર કેન્સરનો ખતરો વધે છે. આ ફુડ માત્ર કેન્સરનો ખતરો વધારતા નથી, પરંતુ હેલ્થ માટે પણ ખુબ હાનિકારક છે. જો બાળકો અને વયસ્ક લોકો આ ફુડનું સેવન કરે છે તો ભવિષ્યમાં ખુબ ખરાબ અસર જોવા મળે છે.
એક રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે આ ફુડનો સંબંધ મેદસ્વીતા, ટાઇપ 2 ડાયાબીટિસ અને કાર્ડિયોવેસ્ક્યુલર હાર્ટ ડિસીઝ સાથે પણ છે. તેમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ સામેલ છે. આ ફુડના સેવનથી સૌથી વધુ ઓવેરિયન કેન્સર અને બ્રેઇન કેન્સરનો ખતરો પણ રહે છે. જો 10 ટકા આ ફુડનું સેવન કરવામાં આવે તો તેનો ખતરો બે ટકા વધી જાય છે.
હંમેશા હેલ્ધી ફુડ અપનાવો
લોકોએ પોતાના ડાયેટ પર વધુ ધ્યાન આપવુ જોઇએ. હંમેશા તમારો ડાયેટ હેલ્ધી હોવો જોઇએ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડથી દરેક વ્યક્તિએ દુર જ રહેવુ જોઇએ. દરેક વ્યક્તિએ પોતાની ખાણીપીણીની આદતો બદલવી જોઇએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવી જોઇએ. તમારુ જોઇને જ નવી પેઢી શીખશે એ યાદ રાખજો
આ પણ વાંચોઃ માંગમાં સિંદૂર, હાથમાં ચૂડી, કિયારા સિદ્ધાર્થ લગ્ન પછી પહેલીવાર સાથે જોવા મળ્યા