મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરૂદ્ધ સાંગલી કોર્ટે 6 એપ્રિલનાં રોજ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં મુંબઈના પોલીસ કમિશનરને તેમની ધરપકડ કરી રજૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. આ આદેશ પછી પણ મુંબઈ પોલીસ મનસે પ્રમુખ વિરૂદ્ધ જાહેર આદેશનો અમલ નથી કરી શક્યા.
સાંગલીની સિરાલા મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ ઠાકરે વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ તેમના વિરૂદ્ધ કલમ 109, 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 તેમજ અય કેસને લઈને જાહેર કરાયું છે.
રાજ ઠાકરેએ મહાઆરતી રદ કરી અને અયોધ્યાની વાત કરી
ઈદના દિવસે થનારી મહાઆરતીના કાર્યક્રમને રદ કરી દેવાયો છે. MNS ચીફ રાજ ઠાકરેએ સોશિયલ મીડિયામાં લખ્યું કે રમઝાન હોવાને કારણે મનસેના કાર્યકર્તાઓને મહાઆરતી નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.
આ વચ્ચે રાજ ઠાકરેએ અયોધ્યા જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મુંબઈના વિભિન્ન ભાગમાં સોમવાર સવારે મોટા પોસ્ટર-બેનર લગાડવામાં આવ્યા છે, જેમાં અયોધ્યા ચલોનું સૂત્ર આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓને 5 જૂને અયોધ્યા જવાનું આહ્વાન કરાયું છે. તે દિવસે રાજ પણ અયોધ્યા જશે. જો કે રાજની અયોધ્યા મુલાકાતને લઈને મનસેએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
રાજની ઔરંગાબાદ રેલીની તપાસ થશે
ઔરંગાબાદ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, મામલાની તપાસ માટે એક DCP સ્તરના અધિકારીને લગાડવામાં આવ્યા છે. જે બાદ લીગલ ટીમ પાસેથી સલાહ લેવામાં આવશે. તેમાં એ જોવામાં આવશે કે જે 16 શરતોને આ રેલીના આયોજકને પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું, તેનું ઉલ્લંઘન થયું છે કે નહીં.
ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટિલે આજે આ મુદ્દાને લઈને એક હાઈલેવલ મીટિંગ પણ બોલાવી છે. મીટિંગમાં રાજના તે અલ્ટીમેટમ પર ચર્ચા થશે, જેમાં તેમને 4 મેથી આખા રાજ્યમાં લાઉડસ્પીકર પર અઝાન દરમિયાન ડબલ અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાનું કહ્યું હતું.