ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

શ્વેતપત્ર શું છે, મોદી સરકારે તેના માટે આ સમય કેમ પસંદ કર્યો?

નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી : લોકસભાની ચૂંટણી પહેલા જ સરકાર અને વિપક્ષનું વલણ આક્રમક બન્યું છે. મોદી સરકાર શ્વેતપત્ર દ્વારા યુપીએ સરકારના કાર્યકાળની બ્લેક બુક ખોલવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસે તેનો વિરોધ શરૂ કર્યો છે. મોદી સરકારના શ્વેતપત્રના જવાબમાં કોંગ્રેસે અશ્વેતપત્ર લાવવાની વાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટીના નેતાઓ સાથે 10 વર્ષના અન્યાયના સમયગાળાના નામે અશ્વેતપત્ર પોસ્ટર બહાર પાડ્યું છે.

આ મુદ્દે ખડગેએ કહ્યું કે, જ્યારે પીએમ મોદી સંસદમાં તેમના વિચારો રજૂ કરે છે, ત્યારે તેઓ તેમની સફળતાઓ દર્શાવે છે અને તેમની નિષ્ફળતાઓ છુપાવે છે. અમે મોદી સરકાર વિરુદ્ધ અશ્વેતપત્ર લાવીને લોકોને માહિતી આપશું. કોંગ્રેસના અશ્વેતપત્ર પર પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, હું અશ્વેતપત્રનું સ્વાગત કરું છું કારણ કે જ્યારે કંઇક સારી વાત થાય છે ત્યારે તેને કાળું ટિલ્લૂ કરવામાં આવે છે. નજર ન લાગે તેથી આ જરૂરી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શ્વેતપત્ર શું છે, તેને કોણ લાવી શકે છે, મોદી સરકારે આ સમયે જ કેમ શ્વેતપત્ર જારી કર્યું છે?

શ્વેતપત્ર શું છે અને તેને કોણ બહાર પાડે છે?

શ્વેતપત્ર બ્રિટનમાં 1920માં શરૂ થયું હતું. શ્વેતપત્ર દ્વારા એક સર્વે અથવા અભ્યાસ બહાર પાડવામાં આવે છે, જેનો હેતુ વસ્તુઓને વધુ સારી બનાવવાનો છે. જો સરળ ભાષામાં સમજીએ તો, શ્વેતપત્ર એ એક દસ્તાવેજ છે જે સરકાર, કોઈ કંપની અથવા બિન-લાભકારી સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે. જેમાં, કોઈ ઉકેલ, નિષ્કર્ષ, સેવાઓને પ્રમોટ કરવા અથવા પ્રકાશિત કરવા માટે જારી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ સરકારી નીતિઓ જારી કરવા, કાયદા દાખલ કરવા અને જાહેર જનતાનો અભિપ્રાય લેવા માટેની પ્રક્રિયા માટે થાય છે.

માત્ર સરકાર જ નહીં, જે તે સંસ્થા, કંપની અને સંગઠન પણ આ શ્વેતપત્ર જારી કરી શકે છે. કંપની અથવા સંસ્થાના શ્વેતપત્રમાં તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો અને પ્રમોશન માટે તેના દ્વારા વિકસિત પદ્ધતિઓ સહિતની ઘણી માહિતી હોય છે. તેનો ઉદ્દેશ્ય તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.

શ્વેતપત્ર માટે આ સમય કેમ પસંદ કર્યો?

તાજેતરમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયો અને દેશ પર તેની પ્રતિકૂળ અસરોને સમજાવવા માટે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. બજેટ ભાષણમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2014માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે અમે દેશની અર્થવ્યવસ્થાને તબક્કાવાર સુધારવાની અને શાસન વ્યવસ્થાને યોગ્ય માર્ગ પર લાવવાની જવાબદારી લીધી હતી. ત્યારે સમયની જરૂરિયાત રોકાણને આકર્ષવાની અને સુધારાઓ માટે સમર્થન મેળવવાની હતી. સરકાર રાષ્ટ્રના વિશ્વાસ સાથે આ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી હતી.

લોકસભાની ચૂંટણી નજીક છે. મોદી સરકાર ચૂંટણી માટે તૈયાર છે. સરકાર વિપક્ષને કોઈ તક આપવા માંગતી નથી. સરકાર બજેટ સત્રમાં શ્વેતપત્ર લાવશે તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું. તેના દ્વારા એ સ્પષ્ટ થશે કે મોદી સરકાર દેશમાં કેટલું પરિવર્તન લાવી છે.છેલ્લી બે ટર્મમાં દેશ માટે શું કર્યું છે. યુપીએ સરકારની શું હાલત હતી? શ્વેતપત્ર દ્વારા એનડીએ સરકાર કોંગ્રેસના ગેરવહીવટનો પર્દાફાશ કરશે. જેથી લોકસભાની ચૂંટણી પર આની સકારાત્મક અસર પડશે.

આ પણ વાંચો : મોદી સરકારે રજૂ કર્યું શ્વેતપત્ર, UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા

Back to top button