અમદાવાદ અને મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન દેશની અન્ય ટ્રેનો કરતા થોડી અલગ છે. તેની કેટલીક વિશિષ્ટતા જાણી લઈએ
- આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેની છે માટે મુંબઈ જવા માંગતા ગુજરાતીઓને વધુ એક ઝડપી સફરનો વિકલ્પ મળશે.
- આ ટ્રેન સેમી હાઈ-સ્પીડ પ્રકારની છે. ટ્રાયલ વખતે 52 સેકન્ડમાં 100 કિલોમીટરની ઝડપ હાંસલ કરી ચૂકી છે.
- આ ગાડી ટ્રેન કોલાઈઝન એડવાન્સ સિસ્ટમ એટલે કે કવચથી સજ્જ છે. તેના કારણે બે ટ્રેનો વચ્ચેની અથડામણ અટકાવી શકાશે.
- કવચ ટેકનોલોજી સ્વદેશમાં જ વિકસેલી છે.
- ટ્રેનમાં મુસાફરો માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ટચ ફ્રી સ્લાઇડિંગ ડોર, ઓટોમેટિક ડોર વગેરની વ્યવસ્થા છે.
- દિવ્યાંગ મુસાફરો માટે પણ વિશિષ્ટ ટોઈલેટની વ્યવસ્થા કરાઈ છે.
- અંધ મુસાફરો માટે સીટ નંબર બ્રેઈલ લીપીમાં પણ લખાયા છે.
- કોચમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ છે.
- કોચની બહાર કેમેરાની વ્યવસ્થા છે.
- આ ટ્રેન 100 કરોડના ખર્ચે બની છે, એ આંકડો મોટો હોવા છતાં પણ આયાત થતી ટ્રેનના ખર્ચ કરતાં અડધો જ છે.
- અત્યારે દિલ્હીથી વૈષ્ણોદેવી અને દિલ્હીથી વારાણસી વચ્ચે આવી ટ્રેન ચાલે છે.
- ગુજરાતમાં શરૃ થનારી આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે.
આ પણ વાંચો: ભારતમાં બેન્કોને ચૂનો લગાડવાનું પ્રમાણ દસગણું વધ્યું….