મધ્ય ગુજરાત

50 લાખના ખર્ચે મહિલાઓ માટે બનતા ‘પિન્ક ટોયલેટ’ની શું છે વિશેષતા ?

Text To Speech

સમગ્ર દેશમાં મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવાની ઝુંબેશ શરૂ થઇ છે. ત્યારે AMC દ્વારા પણ અમદાવાદમાં હવે મહિલાઓ માટે ખાસ આ પિન્ક ટોયલેટ નિર્માણ પામવા જઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાંકરિયામાં પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યું છે. જાહેર શૌચાલયમાં મહિલાઓને સંકોચ થતો હોય છે. જેને અંતર્ગત આ પિન્ક ટોયલેટ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના 7 ઝોન માં 3 -3 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે.

મહિલાઓ માટે પિન્ક ટોયલેટ - Humdekhengenews

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને મહાદેવ દેસાઈએ જણાવે છે કે, આ મહિલા સંચાલિત ટોયલેટ 3 કે 4 મહિનામાં શરૂ થઇ જશે. સ્વચ્છ ભારત મિશન તથા આરોગ્યની સુખાકારી માટે શહેરમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયો મોટાભાગે પુરુષો વધારે ઉપયોગ કરતા હોય છે. તેમજ આ જાહેર શૌચાલયોની બહાર ભીડ પણ વધુ હોય છે તેના કારણે મહિલાઓને આ જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં વધુ મુશ્કેલી પડતી હોય છે.

મહિલાઓ માટે પિન્ક ટોયલેટ - Humdekhengenews

આ સમસ્યા ઉકેલવા માટે મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે કાંકરિયા ગેટ નંબર-3 પાસે હયાત ટોયલેટ તોડી ત્યાં રુ 50 લાખના ખર્ચે પાંચ વર્ષ મેઇન્ટેનન્સ સાથે કુલ રુ.11.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  આ પ્રોજેકટ પાછળ કેટલો ખર્ચ થશે તેની વિગત હાલ બની રહેલા પાયલોટ પ્રોજેક્ટ પરથી ખબર પડશે પ્રાથમિક તબક્કે એક ટોયલેટ સંકુલ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થશે.

આ પણ વાંચો : એવી તો શું છે ભવિષ્યવાણી જેનાથી જોશીમઠના લોકોને લાગી રહ્યો છે ડર ?

પિંક ટોયલેટમાં શું હશે ખાસ?

  • ટોયલેટની ટાઇલ્સ સહિત તેના ડોર પણ પિન્ક
  • મેકઅપ રૂમમાં સોફા પણ ગોઠવવામાં આવશે
  • આ ટોયલેટની સંપૂર્ણ જવાબદારી મહિલા સંસ્થાને સોંપાશે
  • મહિલા ઓપરેટેડ હશે ટોયલેટ
  • સેનેટરી પેડ વેન્ડિંગ મશીન
  • બેબી ફીડિંગની વ્યવસ્થા
  • મેકઅપ રૂમની વ્યવસ્થા
  • ક્લોથ ચેન્જિંગ રૂમ
  • 5 ઇંગ્લિશ ટોયલેટ, એક સાદું ટોયલેટ
Back to top button