ટોપ ન્યૂઝનેશનલ

કોરોના અંગે દેશમાં શું સ્થિતિ છે અને વિદેશથી આવતાં લોકો માટે શું નિયમ રહેશે ? સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં આપ્યો જવાબ

Text To Speech

જે ગતિએ વિશ્વમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતાં દેશના સ્વસ્થય વિભાગે તમામ તૈયારીઓ શરૂ કરી છે. આજે સંસદમાં આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આજે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી ઓછી છે. સરકાર કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જેના માટે તમામ રાજ્યોને સૂચના પણ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતના ભાવનગર ખાતે ચાઇનાએ મોકલ્યો “કોરોના વાયરસ”

વિદેશથી આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ

આ ઉપરાંત વિદેશથી આવતાં પ્રવાસીઓ અંગે જણાવ્યું કે, તમામ રાજ્યોને સતર્ક કરાયા છે તેમજ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેના માટે Rt-PCR ટેસ્ટ પણ કરાવવામાં આવશે. વિશ્વમાં કોરોના વધતા કેસોને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં દેશની કોરોના સ્થિતિ અંગે જણાવ્યું કે, દેશભરમાં એક દિવસમાં સરેરાશ 153 કેસ જ સામે આવી રહ્યા છે. તેમજ વેક્સિનેશનનું કામ પણ તમામ રાજ્યોમાં પૂર્ણ થયું છે. અને જ્યાં ત્રીજો ડોઝ બાકી છે ત્યાં પણ તાકીદે લોકો લઈ લેવા માટે અપીલ કરી છે.

જ્યારે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્રમાં આરોગ્ય મંત્રાલયના સચિવ જાહેશ ભૂષણે જણાવ્યું હતું કે કોવિડનાં નવા સ્વરૂપને સમયસર પકડી પાડવું અત્યંત જરૂરી છે. સાથે જાહેર-આરોગ્ય માટે તત્કાળ પગલાં લેવાં પણ અનિવાર્ય છે.

COVID 19 symptoms

Back to top button