શું છે 1300 ટાપુઓ માટેનો ‘સિંગાપોર’ પ્લાન? જેના પર PM મોદી ચૂપચાપ કરી રહ્યા છે કામ
- પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં સિંગાપોર જેવું શહેર બનાવવાની તેમની યોજના કહીને મોદી 3.0નું ટ્રેલર બતાવ્યું
નવી દિલ્હી, 20 મે: ભારતમાં કેટલા ટાપુઓ છે? આ પ્રશ્નનો જવાબ “10, 20 કે 50 નહીં, પરંતુ 1300” છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લગભગ 1300 ટાપુઓનો ઉલ્લેખ કર્યો જે હજુ પણ સમુદ્રમાં ખોવાયેલા છે. તેમણે ભારતના આ ટાપુઓમાં છુપાયેલી અપાર સંભાવનાઓની ઝલક આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આમાંથી કેટલાક ટાપુઓ સિંગાપોરના કદના છે અને તેમની સરકાર તેના પર કામ કરી રહી છે. હકીકતમાં, એ વાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કે જ્યારે પીએમ મોદી તેમની ત્રીજી ટર્મ શરૂ કરશે ત્યારે તેમનું લક્ષ્ય શું હશે? “રામ મંદિર, આર્ટીકલ 370, ટ્રિપલ તલાક” જેવા મોટા ભાવનાત્મક મુદ્દાઓને પૂર્ણ કર્યા પછી, જ્યારે ભાજપ 2029માં ચૂંટણી લડશે, ત્યારે તેના રિપોર્ટ કાર્ડમાં શું હશે? તેમણે દેશમાં સિંગાપોર જેવું શહેર બનાવવાની યોજના વિશે જણાવીને મોદી 3.0 ફિલ્મનું ટ્રેલર બતાવ્યું છે. દેશના આ 1300 ટાપુઓની વાર્તા અને મિની સિંગાપોરવાળા આ નવા ભારતની ઝલકની સંપૂર્ણ તસવીર કેવી હશે ચાલો તેના વિશે જાણીએ.
ભારત માટે નવું સિંગાપોર બનાવવું મુશ્કેલ કામ નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આજકાલ મારી કેબિનેટમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સંસદમાં બિલ આવે છે, ત્યારે તેની સાથે વૈશ્વિક માપદંડો(global standards)ની નોટ પણ આવે છે. વિશ્વમાં તે ક્ષેત્રમાં કયો દેશ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તે દેશના કાનૂન નિયમ શું છે, આપણે તે હાંસલ કરવું છે તો આપણે તે કેવી રીતે કરવું જોઈએ? એટલે કે દરેક કેબિનેટ નોટ વૈશ્વિક માપદંડો સાથે મેચ કરીને લાવવામાં આવતી હોય છે. જેના કારણે મને એ બ્યૂરોક્રસીની ટેવ પડી ગઈ છે કે, દુનિયામાં શું સારું છે તેની વાતો ન કરીને દુનિયામાં શું સારું થઈ શકે છે તે કરી બતાવાનું છે. ત્યાં સુધી પહોંચવાનો અમારો રસ્તો શું છે. જેમ કે આપણે ત્યાં 1300 ટાપુઓ છે, તમે હેરાન થઈ જશો કે જ્યારે મે આ વિશે પૂછ્યું ત્યારે અમારી પાસે કોઈ રેકોર્ડ ન હતા. જેથી મેં આખા ટાપુઓનો સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્વે કર્યો છે, આમાંથી કેટલાક ટાપુઓ તો સિંગાપુરની સાઇઝના છે. જેનો અર્થ એ છે કે ભારત માટે તે દિશામાં આગળ વધવું મુશ્કેલ નથી, જો આપણે કામ કરવાનું શરૂ કરી દઈએ તો આ દિશામાં આગળ વધી શકીએ છીએ.
આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઘણો દુરુપયોગ થયો છે: PM
ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, “હું માનું છું કે આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઘણો દુરુપયોગ થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ એ થઈ ગયો હતો કે જેટલો મોટો પ્રોજેક્ટ, તેટલી મોટી મલાઈ, તેથી આ મલાઈની લાલચે દેશ બરબાદ થઈ ગયો. મેં જોયું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાં તો કાગળ પર હતું અથવા તો પથ્થર લગાયેલો જ હતો. પ્રગતિ નામનો મારો રેગ્યુલર પ્રોજેક્ટ છે. મેં તેની સમીક્ષા કરવાનું શરૂ કર્યું અને સમીક્ષા કરી કરીને મેં તેને પ્રોત્સાહન આપ્યું. થોડો આપનો માઇન્ડસેટ અને થોડી બ્યૂરોક્રસી(નોકરિયાતશાહી) છે. સરદાર સાહબે થોડા પગલાં ભર્યા, તેઓ લાંબાગાળા સુધી રહ્યા હોત તો આપણી સરકાર વ્યવસ્થાઓ બદલાવ આવ્યો હોત, પરંતુ તેવું થયું નહીં.”
મને લાગે છે કે, “આપણે ઘણું હાંસલ કરી શકીએ છીએ અને હું એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરું છું કે સ્કિલ, સ્કેલ અને સ્પીડ સાથે કોઈ તક ચૂકી ન જાય. અગાઉ પણ કેબિનેટ નોટ બનાવવામાં ત્રણ મહિના લાગતા હતા.”
સ્કિલ, સ્કેલ અને સ્પીડ પણ હોય
વડાપ્રધાને કહ્યું, ” સરકારી અધિકારીને ખબર હોવી જોઈએ કે તેના જીવનનો હેતુ શું છે. એ તો નથી ને કે, મને પ્રમોશન ક્યારે મળશે અને મને ક્યારે સારો વિભાગ મળશે, તે અહીં મર્યાદિત થઈ શકે નહીં. માનવ સંસાધન માટે સરકાર ટેક્નોલોજી કેવી રીતે લાવે તેના પર અમારું કામ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે મારા મનમાં એક વાત છે, સૌપ્રથમ તેનો સ્કોપ બહુ મોટો હોવો જોઈએ, બીજું સ્કેલ ખૂબ મોટો હોવો જોઈએ અને સ્પીડ પણ યોગ્ય હોવી જોઈએ, એટલે કે જો આપણે આ ચાર બાબતોને જોડીએ તો મને લાગે છે કે, આપણે ઘણું હાંસલ કરી શકીએ છીએ.
આધુનિક રેલવે બનાવવાની દિશામાં કામ
હવે રેલવેમાં પણ… આધુનિક રેલવે બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અમે માનવરહિત ક્રોસિંગની સમસ્યાને સંપૂર્ણપણે શૂન્ય કરી દીધી છે. હવે રેલવે સ્ટેશનની સ્વચ્છતા જુઓ, દરેક વિગત પર ઝીણવટપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે. અમે વીજળીકરણ પર ભાર મૂક્યો હતો. અમે લગભગ 100% ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી ગયા છીએ. અમે રેલવે ટ્રેકનો ઉપયોગ કરીએ છીએ… તમને એ જાણીને ખુશી થશે કે, પહેલા આપણી પાસે ગુડ્સ ટ્રેન કે પેસેન્જર ટ્રેન હતી, મેં તેમાં યાત્રી ટ્રેનની પરંપરા શરૂ કરી. જેમ રામાયણ સર્કિટની ટ્રેનની ચાલે છે, એક વાર મુસાફર તેમ ચડી જાય પછી તે 18-20 દિવસની સફર પૂરી કરીને તમામ સુવિધાઓ સાથે પ્રવાસ પૂર્ણ કરે છે. સિનિયર સીટીઝન માટે મોટું કામ કરવામાં આવ્યું છે. જૈન તીર્થક્ષેત્રોની યાત્રા ચાલી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગની પણ ચાલી રહી છે. બુદ્ધ સર્કિટની પણ ચાલી રહી છે. મતલબ કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને તેને બાજુ પર મૂકી દેવાથી કામ થતું નથી. તેના મહત્તમ ઉપયોગ માટે આપણે સાથે મળીને આયોજન કરવું જોઈએ. અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.”
આ પણ જુઓ: પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચારમાં નહીં ઉતરે રાહુલ-પ્રિયંકા, સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી!