ગુજરાતબજેટ-2023

વરલી આર્ટ અને મોઢેરાના સૂર્યમંદિરના પ્રતિક જડિત બજેટ પોથીનું શું છે મહત્વ ?

Text To Speech

2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. જે આ વર્ષે પણ જાળવી રાખી છે. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ 2023-24ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો. બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ છે, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 Live Update : વિધાનસભા શરુ થઈ પ્રશ્નોત્તરી
બજેટ - Humdekhengenewsગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતું મોઢેરાનું સૂર્યમંદિરનો સમાવેશ પણ આ પોથીમાં કરવામાં આવ્યો છે. મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.બજેટ - Humdekhengenews ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલા મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત’ થી ગૂંથવામાં આવ્યું છે.

Back to top button