ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણમાં રુદ્રાભિષેકનું શું છે મહત્ત્વ? ઘરે કેવી રીતે કરશો? શું રાખશો ધ્યાન?

  • શ્રાવણમાં રુદ્રાભિષેકનું અનેરું મહત્ત્વ છે. શિવજીનો રુદ્રાભિષેક કરવાથી મનુષ્યને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સોમવારે રુદ્રાભિષેક કરવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે

HD ન્યુઝ ડેસ્કઃ દેવાધિદેવ મહાદેવનો પ્રિય મહિનો 5 ઓગસ્ટે શરૂ થયો હતો અને 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે, શિવભક્તોને ભોલેનાથની પૂજા કરવા માટે 29 દિવસ મળશે. શ્રાવણમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ હોવાનું કહેવાય છે. જાણો શ્રાવણમાં રૂદ્રાભિષેક કરવાના ધાર્મિક ફાયદા અને રીત.

શ્રાવણમાં રૂદ્રાભિષેકનું શું છે મહત્ત્વ?

  • શિવપુરાણ અનુસાર શિવના રુદ્ર અવતારનો વિધિપૂર્વક રુદ્રાભિષેક કરવાથી મનુષ્યને જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ધન-સંપત્તિ વધારવા માટે શ્રાવણના સોમવારે રૂદ્રાભિષેક કરવો શુભ માનવામાં છે.
  • શ્રાવણમાં રુદ્રાભિષેક કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. રાહુ અને કેતુની અશુભ અસર ઓછી થાય છે.
  • જો પતિ-પત્ની ઘરે મળીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરે તો તેમના દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે.
  • શ્રાવણ પર રૂદ્રાભિષેક કરવાથી ગ્રહોની અશુભ અસર પણ ઓછી થાય છે. શનિની મહાદશાથી પીડિત લોકોએ શ્રાવણમાં રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ.

શ્રાવણમાં રુદ્રાભિષેકનું શું છે મહત્ત્વ? ઘરે કેવી રીતે કરશો? શું રાખશો ધ્યાન? hum dekhenge news

માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કર્યા

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી, અન્ન-જળનો ત્યાગ કરીને તેમણે ભોલેનાથનું ધ્યાન કર્યું હતું અને રુદ્રાભિષેક કર્યો હતો. તેના પરિણામ સ્વરૂપ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા.

ઘરે રૂદ્રાભિષેક કેવી રીતે કરવો?

  • શ્રાવણના સોમવારે તમે મંદિરમાં અથવા ઘરમાં પણ શિવલિંગનો રુદ્રાભિષેક કરી શકો છો
  • રુદ્રાભિષેક પહેલા ભગવાન ગણેશ, માતા પાર્વતી, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી, નવગ્રહ, માતા પૃથ્વી, અગ્નિ દેવ, સૂર્ય ભગવાન અને માતા ગંગાનું ધ્યાન કરો અને પૂજા કરો
  • જે લોકો રુદ્રાભિષેક કરી રહ્યા છે તેમનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ.
  • શ્રૃંગી (અભિષેક કરવા માટેનું સાધન)માં ગંગા જળ નાખો અને તેને શિવલિંગ પર ચઢાવો. આ દરમિયાન ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  • હવે મહાદેવજીને દૂધ, દહીં, ઘી, મધ, શેરડીનો રસ અને અત્તર ચઢાવો
  • હવે સફેદ ચંદનની પેસ્ટ બનાવીને શિવલિંગનો શણગાર કરો
  • ભગવાન શિવને સોપારી, અક્ષત, અબીલ, ગુલાલ, મૌલી, ભાંગ, જનોઈ, ધતૂરો, ફૂલ, ભસ્મ, નારિયેળ વગેરે અર્પણ કરો અને ભગવાન શિવને ફળ અને મીઠાઈઓનો ભોગ લગાવો.
  • છેલ્લે આરતી કરો અને અભિષેક કરેલું જળ આખા ઘરમાં છાંટી દો

આ પણ વાંચોઃ શિવજીને જળ અને શ્રાવણ કેમ છે અતિશય પ્રિય? શિવપુરાણ આપે છે પાંચ કારણ

Back to top button