ટ્રેન્ડિંગધર્મ

રામ દરબારનું શું છે મહત્ત્વ? જાણો ઘરમાં પ્રતિમા લગાવવાની વાસ્તુ ટિપ્સ અને પૂજા વિધિ

  • હિંદુ ધર્મમાં રામ દરબારનું પૂજન કરવું પણ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે કેમ કે આ દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા.

ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં પવિત્ર ગ્રંથ રામાયણનો પાઠ કરવામાં આવે છે, ત્યાં નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ તેમજ ખુશહાલી આવે છે. હિંદુ ધર્મમાં રામ દરબારનું પૂજન કરવું પણ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે કેમકે આ દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેથી રામ દરબારની પ્રતિમાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. જાણો શું ખાસ છે રામ દરબારમાં.

રામ દરબારની પ્રતિમાનું શું મહત્ત્વ છે?

રામ દરબારની પ્રતિમામાં ભગવાન શ્રીરામ, તેમની પત્ની માતા સીતા, ભાઈ લક્ષ્મણ, શત્રુઘ્ન અને તેમના ભક્ત હનુમાનજી બેઠા છે. આ પ્રતિમાં ભગવાન રામના રાજ્ય અને તેના નિયમોના એક દ્રશ્યને અંકિત કરે છે. આ તસવીર રામ દરબાર કે રામ રાજ્યના નામથી જાણીતી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નિયમિત રામ દરબારની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે અને કુંડળીના ગ્રહ દોષોથી મુક્તિ મળે છે.

 

રામ દરબારનું શું છે મહત્ત્વ? જાણો ઘરમાં પ્રતિમાં લગાવવાની વાસ્તુ ટિપ્સ અને પૂજા વિધિ hum dekhenge news

રામ દરબાર સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ

વાસ્તુ અનુસાર ઘરની પૂર્વ દિશામાં રામ દરબારની પ્રતિમા લગાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરની નેગેટિવિટી દુર થાય છે અને પરિવારના લોકો વચ્ચે પ્રેમ વધે છે. પૌરાણિક કથાઓ અનુસાર રોજ રામ દરબારની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. વ્યક્તિને તમામ દુઃખમાંથી મુક્તિ મળે છે.

રામ દરબારની પૂજા વિધિ

સવારે સ્નાનાદિ કરીને સ્વચ્છ કપડાં પહેરો. ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ નાની નાની ચોકી પર લાલ કે પીળા વસ્ત્રો બિછાવો. ત્યારબાદ પૂર્વ દિશામાં રામ દરબારની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શ્રીરામનો પંચામૃતથી અભિષેક કરો. ત્યારબાદ ઘૂપ, દીપ, અક્ષત, કુમકુમ અને નૈવેધ અર્પણ કરો. હવે પ્રભુ શ્રીરામ સહિત તમામ દેવી-દેવતાઓની આરતી ઉતારો. રામચરિતમાનસ, સુંદરકાંડ અને હનુમાનચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ રામદરબારની પ્રતિમાની ફરી આરતી કરો. અંતમાં તમામ લોકોને પ્રસાદ વહેંચો અને ખુદ પણ ગ્રહણ કરો.

આ પણ વાંચોઃ શુદ્ધ સોનાના તારથી બની રામ લલ્લાની ધોતી, પાંચ વર્ષના બાળકનો આવો છે શણગાર

Back to top button