ટ્રેન્ડિંગધર્મ

ચાતુર્માસમાં આવતી પરિવર્તિની એકાદશીનું શું છે મહત્ત્વ? ક્યારે છે શુભ દિવસ

Text To Speech
  • પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ એટલે વધી જાય છે કેમકે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ પોતાના શયનકાળ દરમિયાન પડખું ફેરવે છે

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે અને તમામ એકાદશીઓ તેમની સાથે કેટલીક ધાર્મિક કથાઓ જોડાયેલી છે. ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વ્યક્તિને પાપમાંથી મુક્તિ મળે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત 14 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ કરવામાં આવશે.

પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ એટલે વધી જાય છે કેમકે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ પોતાના શયનકાળ દરમિયાન પડખું ફેરવે છે. ભગવાન વિષ્ણુ શયનકાળ દરમિયાન પડખું ફેરવે છે તેથી જ તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવશયની એકાદશીના દિવસે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે પડખું ફેરવે છે. આ એકાદશીને પદ્મા પરિવર્તિની, વામન એકાદશી કે ડોલ અગિયારસ પણ કહેવાય છે.

ચાતુર્માસમાં આવતી પરિવર્તિની એકાદશીનું શું છે મહત્ત્વ? ક્યારે છે શુભ દિવસ hum dekhenge news

આ પણ છે માન્યતા

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલતી વખતે પ્રસન્ન મુદ્રામાં રહે છે, આ સમયગાળા દરમિયાન તેમની પાસે ભક્તિભાવ અને વિનયપૂર્વક જે માંગવામાં આવે છે તે અવશ્ય પ્રદાન કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે માતા યશોદા જળાશયમાં જઈને શ્રી કૃષ્ણના વસ્ત્રો ધોયા હતા, તેથી જ તેને જલઝૂલની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે, મંદિરોમાં, ભગવાન શ્રી વિષ્ણુ અથવા શાલિગ્રામની મૂર્તિને પાલખીમાં બેસાડીને પૂજા-અર્ચના પછી ઢોલ-નગારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે.

આ પણ વાંચોઃ ત્રણ પેઢીઓ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃપક્ષની દરેક તિથિઓ

Back to top button