વડાપ્રધાન મોદીએ પહેલીવાર મુલાકાત લીધી તે ઓઘડનાથ મંદિરનું શું છે મહત્ત્વ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના પોતાના ચુંટણી પ્રચાર દરમિયાન ઓધડનાથ મંદિરની પણ મુલાકાત લીધી છે. ઉત્તર ગુજરાતના આ ઐતિહાસિક મંદિરની ખુબ જ પ્રતિષ્ઠા છે. ક્ષત્રિય સમાજના લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાની મુલાકાત દરમિયાન ભગવાન ઓઘડનાથને નમન કર્યા અને ત્યાં હાજર મંદિરના મહંત સાથે પણ ચર્ચા કરી.
આ મંદિર બનાસકાંઠાના નાથપુરામાં આવેલું છે. અહીં આ મંદિરમાં ઓઘડનાથની પાદુકાઓ બિરાજમાન છે. આ મંદિર દેવ દરબાર જાગીર મઠમાં આવેલુ છે. આ મઠના મહત્ત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બનાસકાંઠા પહોંચનાર પર્યટક અને ગુજરાતના બીજા ભાગમાંથી લોકો અહીં જરૂર આવે છે. તાજેતરના વર્ષોમાં અહીં જિર્ણોદ્ધાર કરીને મઠ પરિસરને ખુબ જ સુંદર બનાવાયુ છે. અહીં ઘણી સુવિધાઓ પણ જોડાઇ છે.
અહીં લોકો કસમ ખાય છે
આ મંદિર સાથે જોડાયેલી ઘણી આસ્થાઓ છે. લોકો કહે છે કે આસપાસમાં રહેતા લોકોને ઓઘડનાથમાં ખુબ જ શ્રદ્ધા હોવાથી તેઓ ઓઘડનાથની કસમ પણ ખુબ ખાય છે. જો ઓઘડનાથની કસમ ખાઇને લોકો કોઇ વાત કહે છે તો તેની પર અવિશ્વાસ કરવામાં આવતો નથી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અહીં આવ્યા હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.
બનાસકાંઠામાં આવે છે નવ બેઠકો
વડાપ્રધાન મોદી માટે બનાસકાંઠાની મુલાકાત મહત્ત્વની છે કેમકે મોદીએ મઠ અને ઓઘડનાથ મંદિરની મુલાકાત લઇને પોતાની શ્રદ્ધા દર્શાવી છે અને અહીં રહેતા લોકોના દિલમાં વસનારા ઓઘડનાથ દ્વારા એક મોટો સંદેશ આપવાની પણ કોશિશ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની કુલ નવ બેઠકો આવે છે. તેમાં વાવ, થરાડ, ધાનેરા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોધર, કાંકરેજ સીટ સામેલ છે.