ગુજરાતટોપ ન્યૂઝ

‘ધીરેન્દ્ર શાસ્ત્રી’ ના ચમત્કારોનું શું છે રહસ્ય, કેમ થઈ રહી છે બાબાની ચર્ચા ?

Text To Speech

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોમાં ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. સોશિયલ મીડિયાથી લઈને ગુજરાતના તમામ મીડિયા સુધી બાબાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હાલ બાબાના નામની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં બાબાના દિવ્ય દરબાર પહેલા બાબાને ચેલેન્જ પણ આપવામાં આવી રહી છે. અગાઉ અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા બાગેશ્વર ધામ સરકારને ચમત્કાર સાબિત કરવા માટે પડકાર આપવામાં આવ્યો તો તેઓ કથા અડધી મૂકીને ભાગી ગયા હતા. બાદમાં તેમણે પડકાર આપનાર લોકોને રાયપુરમાં બોલાવ્યા જ્યાં તેમની રામકથા ચાલતી હતી ત્યાં તેમણે મીડિયકર્મીઓને પણ પોતાનો ચમત્કાર બતાવાનો દાવો કર્યો હતો.ધીરેન્દ્ર - Humdekhengenewsધીરેન્દ્ર શાસ્ત્રી બાબાની વાત કરીએ તો તેમના કહેવા પ્રમાણે તેઓ લોકોના મનની વાત જાણી લે છે. તેમના દરબારમાં આવેલા વ્યક્તિના મોબાઈલ નંબર અને ઘરમાં મૂકેલી વસ્તુઓ વિષે પણ જણાવી દે છે. આ બધી બાબતો માટે જ અંધવિશ્વાસ નિવારણ સમિતિએ તેમણે પડકાર ફેંક્યો હતો. બાગેશ્વર ધામ સરકારમાં કથા દરમિયાન કહેવાતા બાબા લોકોની સમસ્યાઓ સંભાળી તેનું સમાધાન કરતાં હોવાનો દાવો કરે છે અને ભૂતપ્રેત તથા બિમારીઓનું નિવારણ પણ બાબા કથા દરમિયાન કરી દેતા હોવાનો દાવો કરવામાં આવે છે. વ્યક્તિને જોતાં જ તેની દરેક મુશ્કેલી જાણી લઈ નિવારણ કરી દેવાય છે. બાગેશ્વર ધામ સરકારનું માનીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભગવાન સુધી લોકોની વાત પહોંચાડવાનો રસ્તો છે.

આ પણ વાંચો : સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના નવા સીએમ, આવતીકાલે એકલા જ લેશે શપથ !
ધીરેન્દ્ર - Humdekhengenewsબાગેશ્વર ધામની વેબસાઇટની મુલાકાત કરતાં માલૂમ પડ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દર મંગળવારે પોતાનો દરબાર લગાવે છે જેમાં અગાઉથી જેમને ટોકન લીધા હોય તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. ટોકન લેવા માટે તમારે તમારી બધી ડિટેલ્સ તેમને આપવાની હોય છે. ત્યારબાદ તમારી અરજી મંજૂર થાય તો તમને એ દરબારમાં જવા મળે અને બાબા તમારી સમસ્યાનું સમાધાન કરે તેવું બાગેશ્વર ધામનું કહેવું છે. હાલ ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં દિવ્ય દરબાર થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચાનો વિષય બન્યા છે.

Back to top button