ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

PM મોદીની એનર્જી અને સ્વસ્થતાનું રહસ્ય શું છે? ચૈત્ર નવરાત્રીમાં કેવું હશે રૂટિન?

Text To Speech
  • PM મોદીની એનર્જી અને સ્વસ્થતા કોઈ રહસ્ય નહિ, પરંતુ તેની શિસ્તબદ્ધ લાઈફસ્ટાઈલનું જ પરિણામ છે, જાણો તેમના જ શબ્દોમાં

HD ન્યુઝ ડેસ્કઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષની ઉંમરે પણ ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે. કામ પ્રત્યેનું તેમનું સમર્પણ જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો પણ ઘણીવખત મુશ્કેલ બની જાય છે. પીએમ મોદીનું દિવસભરનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હોય છે, પરંતુ તેમ છતાં તેઓ તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. છેલ્લા 50 વર્ષથી તેઓ જે શિસ્તબદ્ધ ઉપવાસનું પાલન કરી રહ્યા છે, તે તેમની ફિટનેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યુએસ સ્થિત પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં વાતચીત કરતા PM Modi એ તેમના ઉપવાસની દિનચર્યા વિશે અને ઉપવાસથી તેમની જીવનશૈલી કેવી રીતે બદલાઈ ગઈ તે વિશે વાત કરી છે.

PM Modiનું ફાસ્ટિંગ રૂટિન શું છે?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ચાતુર્માસની પ્રાચીન ભારતીય પરંપરાનું પાલન કરે છે, જે ચાર મહિનાનો ઉપવાસ છે, જે જૂનના મધ્યમાં શરૂ થાય છે અને દિવાળી બાદ ખતમ થાય છે. આ સમયગાળા દરમિયાન તે 24 કલાકમાં ફક્ત એક જ વાર જમે છે. તેમણે કહ્યું કે આ દિનચર્યાનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે આ પ્રકારના ઉપવાસને ફાયદાકારક બનાવે છે.

નવરાત્રીના નવ દિવસ આવા હોય છે ઉપવાસ

પીએમ મોદીએ તેમના નવરાત્રી ઉપવાસ વિશે પણ વાત કરી, જેમાં તેઓ નવ દિવસ સુધી ખાવા-પીવાનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે અને ફક્ત ગરમ પાણી પીવે છે. તેમણે કહ્યું કે ગરમ પાણી પીવું હંમેશા તેમની દિનચર્યાનો એક ભાગ રહ્યો છે અને સમય જતાં તેમની જીવનશૈલી આ આદત સાથે સુસંગત બની ગઈ છે. વધુમાં તેઓ માર્ચ અથવા એપ્રિલમાં ચૈત્ર નવરાત્રીના ઉપવાસ રાખે છે, જેમાં તેઓ નવ દિવસ સુધી દિવસમાં ફક્ત એક જ પ્રકારનું ફળ ખાય છે. આવી સ્થિતિમાં જો તે પપૈયું પસંદ કરે છે, તો તે નવ દિવસ સુધી ફક્ત પપૈયું જ ખાય છે. મોદીએ કહ્યું કે ઉપવાસ તેમના જીવનમાં પાંચ દાયકાથી વધુ સમયથી એક ઊંડી પરંપરા રહી છે અને તેનો ખૂબ ફાયદો પણ થયો છે.

આ પણ વાંચોઃ નાગપુર હિંસા : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત, આરોપીઓ સામે થશે આ કાર્યવાહી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button