કેનેડામાં ઉતર્યા બાદ પાકિસ્તાની એરલાઈન્સની મહિલાઓ ગુમ થવા પાછળનું શું છે રહસ્ય? જાણો
- કેનેડાની અત્યંત ઉદાર આશ્રય નીતિને કારણે પાકિસ્તાની એરલાઇન્સના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ દેશ છોડીને ત્યાં લઈ રહ્યા છે આશરો
નવી દિલ્હી, 11 માર્ચ: પાકિસ્તાન તરફથી એક અલગ જ બનાવ સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અન્ય દેશોમાં ઉતરે છે, પરંતુ પછી ત્યાં જઈને ગાયબ થઈ જાય છે. તાજેતરમાં જ કેનેડા પહોંચ્યા પછી ગુમ થયેલા આ એરલાઇનના સ્ટાફ મેમ્બરે એક નોંધ છોડી દીધી હતી જેમાં તેને લખ્યું કે, “PIA આભાર.”
PIA કેબિન ક્રૂ મેમ્બર મરિયમ રઝા તેની રૂટીન મુજબ ફ્લાઈટમાં કેનેડાના ટોરોન્ટો પહોંચી હતી. ત્યાં ઉતર્યા બાદ તે ક્યાંય મળ્યો ન હતો. જ્યારે પાકિસ્તાનમાં સર્ચ કરવામાં આવ્યું તો તેના સામાનમાંથી કંપનીનો આભાર દર્શાવતો કાગળ મળી આવ્યો હતો. આવું સતત ચાલી રહ્યું છે. કેબિન ક્રૂ મેમ્બર કેનેડા પહોંચ્યા પછી ગાયબ થઈ રહ્યા છે. જાન્યુઆરીમાં, આ જ એરલાઇનનો અન્ય સ્ટાફ મેમ્બર ગુમ થઈ ગયો હતો. ગયા વર્ષે કેનેડામાં PIAના 7 કર્મચારીઓ ગુમ થઈ ગયા હતા. બાદમાં તેમણે ત્યાં આશરો લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાનની ખરાબ સ્થિતિ તેનું એક મુખ્ય કારણ
ફ્લાઇટ સ્ટાફના બીજા અને તેમાં પણ ખાસ કરીને મોટા દેશોમાં પહોંચતાની સાથે જ ગાયબ થવું એ એક વિશેષ ટ્રેન્ડ તરફ નિર્દેશ કરે છે. ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલું અને આંતરરાષ્ટ્રીય ભંડોળ પર નિર્ભર રહેલા આ દેશના(પાકિસ્તાન) યુવાનો સતત બહાર જઈ રહ્યા છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે પોતે કહ્યું છે કે, પાછલા વર્ષમાં 8.25 લાખ લોકોએ પોતાનો દેશ છોડી દીધો છે. પરંતુ આ એ ડેટા છે, જે રેકોર્ડ પર છે. એવા પણ ઘણા લોકો છે જેઓ સત્તાવાર રીતે દેશ છોડતા નથી, જેમ કે એરલાઇન ક્રૂના મેમ્બરોનું ગાયબ થવું.
કેનેડા પહોંચ્યા પછી વધુ લોકો કેમ ગાયબ થઈ જાય છે?
ગયા વર્ષે 7 ફ્લાઇટ એટેન્ડન્ટ્સ ટોરોન્ટોમાં ઉતર્યા પછી તેમની ફરજ પર પાછા ફર્યા ન હતા. આમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે તેઓ ત્યાં જાય છે ત્યારે તેમનું અપહરણ થતું નથી, પરંતુ આશરો લઈ લે છે. ગયા નવેમ્બરમાં, PIAના પ્રવક્તાએ આ માટે કેનેડાની આશ્રય નીતિને જવાબદાર ઠેરવી હતી, જે અત્યંત ઉદાર છે.
સ્ટાફને રોકવાના પગલાં લેવામાં આવી રહ્યા છે
હાલમાં પાકિસ્તાન પોતાના ફ્લાઈટ એટેન્ડન્ટ્સને રોકવા માટે અનેક કામગીરી કરી રહ્યું છે. જે લોકો ટોરન્ટો કે બીજે ક્યાંય ગયા પછી ગાયબ થઈ જાય છે, તેમની તમામ સેવાઓ અને પૈસા બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત કથિત રીતે PIA અધિકારી સ્ટાફના પાસપોર્ટ પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેઓ અરજી કરી શકે નહીં.
કઈ-કઈ પદ્ધતિઓ દ્વારા પણ પ્રવેશ થઈ રહ્યો છે?
અન્ય દેશોમાં જવાના અન્ય ઘણા રસ્તાઓ છે જે ગેરકાયદેસર છે. આવી જ એક રીત છે વિઝા ઓવરસ્ટે. આ અંતર્ગત લોકો યોગ્ય વિઝા લઈને આવે છે, પરંતુ તેની મુદત પૂરી થયા પછી પણ તેઓ તે દેશમાં જ રહે છે. આવા લોકો પ્રવાસી હોય છે, અથવા કોઈ ધંધો બતાવીને દેશમાં પ્રવેશ કરે છે. ઘણા દેશોમાં લોકો ધાર્મિક વિઝા લઈને આવે છે અને ગુમ થઈ જાય છે. થોડા સમય માટે છુપાયા પછી તેઓ મેનસ્ટ્રીમ બની જાય છે. જો આવા લોકો પકડાય તો જીવના જોખમનું કારણ બતાવીને ધનિક દેશો ઘણીવાર છૂટ આપે દે છે
શું તેમને ટ્રૅક કરવું શક્ય છે?
આ ગેરકાયદેસર શરણાર્થીઓને ટ્રેક કરવા સરળ નથી. જો કે, જો તેઓ પકડાય તો તેમના માટે સજા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ અમેરિકા જાય છે અને ત્યાં એક વર્ષ કે તેથી ઓછા સમય માટે ઓવરસ્ટે કરે છે, તો તે આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકા જઈ શકશે નહીં. તેના વિઝા રિજેક્ટ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ છુપાઈને એક વર્ષથી વધુ સમય પસાર કરે છે, તો તેને 10 વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી નથી. મોટા ભાગના લોકો ગેરકાયદેસર રીતે એવા દેશોમાં જ જાય છે જ્યાં તેમની પાસે સહાયક સિસ્ટમ હોય, જેમ કે સંબંધીઓ. તેઓ તેમની ઓળખ છુપાવવા કે છુપાવવામાં મદદ કરે છે. પછી તેમને પકડવું મુશ્કેલ થઈ જાય છે.
ગેરકાયદેસર ઘૂસણખોરીની આ સૌથી ખતરનાક પદ્ધતિ
કબૂતરબાજી અથવા ડંકી રુટ પણ એક પદ્ધતિ છે. જેમાં લોકો એક દેશના વિઝા લે છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેઓ નિર્જન રસ્તાઓ દ્વારા બીજા દેશોમાં પ્રવેશી જે છે. કબૂતરબાજીએ ખૂબ જ ખતરનાક પદ્ધતિ છે. જેમાં અઠવાડિયા સુધી પાણી અને જંગલોમાં મુસાફરી કરવી પડે છે. ઘણી વખત, લોકો બીમાર પડે છે અને મૃત્યુ પણ પામે છે અથવા દાણચોરો દ્વારા માર્યા જાય છે. પાણીમાં જહાજો ડૂબવા જેવા અકસ્માતો પણ સામાન્ય છે.
UN રેફ્યુજી એજન્સી (યુએનએચસીઆર) અનુસાર, ગયા વર્ષે યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે અઢી હજારથી વધુ લોકો ક્યાં તો ગાયબ થઈ ગયા હતા અથવા મૃત્યુ પામ્યા હતા. આ મૃત્યુ બોટ ડૂબી જવાથી, જંગલમાં ભૂખમરો અથવા હિમવર્ષાના કારણે થયા હતા.
આ પણ જુઓ: શું ખેડૂત આંદોલન નિષ્ફળ રહ્યું? રેલ રોકો દરમિયાન સંગઠનોમાં ફાટફૂટ