ધ રામાયણ સાગા- ટૂર શું છે? શ્રીલંકા માટે કોણ શરૂ કરશે આ પેકેજ, જાણો વિગતો
- રામાયણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે IRCTCએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી શ્રીલંકા માટે એક શાનદાર એર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે.
લખનૌ, 5 ફેબ્રુઆરીઃ એક બાજુ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. બીજી તરફ, રામાયણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે IRCTCએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી શ્રીલંકા માટે એક શાનદાર એર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. IRCTCએ આ પેકેજને ‘ધ રામાયણ સાગા’ ટૂર પેકેજ નામ આપ્યું છે. IRCTCની લખનૌ ઓફિસ દ્વારા લખનૌથી શ્રીલંકા સુધી 07 દિવસ અને 06 રાતનું ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજ 09 માર્ચ 2024 થી 15 માર્ચ 2024 સુધી કાર્યરત રહેશે.
આ ટૂર પેકેજમાં આ સ્થળોનું ભ્રમણ
‘ધ રામાયણ સાગા’ નામથી શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં કોલંબોમાં મુનેશ્વરમ મંદિર, મનાવરી રામ મંદિર અને કેન્ડીમાં સ્પાઈસ ગાર્ડન, રમ્બોડા વોટર ફોલ, ટી ગાર્ડન, ન્યૂઆરા એલિયામાં સીતા અમ્મા મંદિર, અશોક વાટિકા, ગ્રેગરી લેક, દિવરુમ્પોલા મંદિર (સીતા અગ્નિ પરીક્ષા સ્થળ), કોલંબો, કેન્ડી અને ન્યુઆરા એલિયામાં સ્થાનિક પ્રવાસ કરાવાશે.
આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ માટે લખનૌથી કોલંબો અને લખનૌ પરત આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યાત્રા પેકેજમાં ફ્લાઈટનું આવવા જવાનું ભાડું, થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભારતીય ભોજન (નાસ્તો, લંચ અને ડિનર)ની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે.
જાણો પેકેજ ડિટેલ્સ
આ ટૂર પેકેજમાં ત્રણ વ્યક્તિઓની એક સાથે રહેવાની કિંમત રૂ.71000/- પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. જ્યારે બે વ્યક્તિઓના એક સાથે રહેવાનું પેકેજ વ્યક્તિદીઠ રૂ.72200/- છે. એક વ્યક્તિના રોકાણ માટેના પેકેજની કિંમત રૂ. 88800/- છે. માતા પિતા સાથે રહેનાર બાળક માટે પેકેજની કિંમત રૂ. 57300/- (બેડ સાથે) અને રૂ. 54800/- (બેડ વગર) છે.
આ રીતે થશે બુકિંગ
આ પેકેજનું બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. આ માટે પ્રવાસના બુકિંગ માટે પર્યટન ભવન, ગોમતી નગર, લખનૌ ખાતેની IRCTC ઓફિસ પરથી અથવા તો IRCTC વેબસાઈટ www.irctctourism.com પરથી ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે. નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
લખનૌ
8287930922/ 8287930902
કાનપુર
8287930930,
8287930927
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં વૈશ્વિક સ્તરે બીજા સ્થાને