ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Virat Kohli ઓવલમાં જે ચશ્માં પહેરીને રમી રહ્યા છે, તેની શું છે કિંમત ને ખુબી?

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ રહી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં મજબૂત દેખાઈ રહી છે. ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તે પ્રથમ ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યા નહીં. જો કે, વિરાટ કોહલી મેદાન પર ફ્લોપ થાય કે હિટ, ચાહકોની નજર તેમના પર ચોક્કસ હોય છે. તે ઘણીવાર પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

KOHLI-HDNEWS-1HDNEWS

આજે અમે તમને વિરાટ કોહલીના ચશ્મા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમણે WTCની ફાઈનલ દરમિયાન ઓવલના મેદાન પર પહેર્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ જે ચશ્મા પહેર્યા છે તે મળતી માહિતી મુબજ Oakley કંપનીના છે. જેની કિંમત $150(ડોલર) થી $200(ડોલર)ની વચ્ચે છે. જો તમે ભારતીય રૂપિયામાં આ રકમને કન્વર્ટ કરશો તો તેની કિંમત RS 12000 થી RS 16000 રૂપિયાની આસપાસ થશે. વિવિધ શોપિંગ સાઇટ્સ પર ચશ્માની કિંમત આ મુજબ છે.

KOHLI-HDNEWS-2

આ ચશ્માની વિશેષતા એ છે કે તે આંખોને ઠંડી રાખવામાં મદદ કરે છે. તે આંખોને અનેક પ્રકારના હાનિકારક કિરણોથી બચાવે છે. આ સિવાય આ ચશ્મા એટલા સુરક્ષિત છે કે ધૂળ કે કોઈપણ પ્રકારનો કચરો આંખોમાં પ્રવેશી શકતો નથી.

KOHLI-HDNEWS-3

 

જણાવી દઈએ કે અત્યાર સુધી વિરાટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં માત્ર એક જ ઇનિંગ રમી છે. તેમાં તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. વિરાટ માત્ર 14 રન જ બનાવી શક્યા હતા. આઈપીએલ 2023માં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. એવી આશા છે કે વિરાટનું બેટ બીજી ઈનિંગમાં ચોક્કસપણે ચાલશે.

આ પણ વાંચો: WTC Final 2023 : સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- ટીમ ઈન્ડિયાને ઋષભ પંતની ખોટ છે

 

Back to top button