પાંચ વર્ષ સુધીનાં બાળકોના આધારકાર્ડ બાબતે શું આવ્યો નવો નિયમ?
- બાળકોના આધારકાર્ડને લઈને UIDAIનું નવું અપડેટ.
આધારકાર્ડ દેશનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે અને તે વડીલોથી લઈને બાળકો સુધી દરેક માટે મહત્વપૂર્ણ છે. જો કે, લોકો બાળકોના આધાર કાર્ડ વિશે એટલા જાગૃત નથી, પરંતુ બાળકોનું આધારકાર્ડ પણ ખૂબ જ ઉપયોગી છે. સમય સાથે કોઈ પણ સિસ્ટમ હોય બદલાવ જરુરથી આવતા જ હોય છે. ત્યારે બાળકોના આધાર કાર્ડને લઈને કેટલાક ફેરફારો પણ થયા છે, ચાલો તમને જણાવીએ…
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અનુસાર, 18 વર્ષથી વધુ વયના પુખ્ત નિવાસીઓ અને 0-5 અને 5-18 વર્ષની વયના બાળકો માટે આધાર નોંધણી અને અપગ્રેડ કરવા માટે અલગ-અલગ ફોર્મનો ઉપયોગ કરવાની UIDAI એ 6 ફેબ્રુઆરી, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ દ્વારા આ જાહેરાત કરી હતી.
પહેલા 0-5 અને 5-18 વય જૂથ માટેના ફોર્મના કૉલમ નંબર 5 અને 8 માં એવું કહેવામાં આવ્યું હતું કે બાળકના નામ સાથે જન્મ પ્રમાણપત્રની મંજૂરી જરુરી નથી. પરંતુ વધુ વિચારણા બાદ આ નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શું તમે ફ્રીજનું આ બટન દબાવતા ડરો છો? આ જાણીલો પછી દર 10 દિવસે આ કામ કરશો
ગયા મહિને UIDAIના નવા અપડેટ મુજબ, ‘0-5 અને 5-18 વર્ષની વયના બાળકો માટેના ફોર્મમાં, કૉલમ નંબર 5 અને 8 હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘બાળકના નામ સાથે જન્મ પ્રમાણપત્રની મંજૂરી જરુરી નથી. ‘ આ બાબતે પુન:વિચાર કરવામાં આવ્યો છે અને ઉપરોક્ત નિર્ણય તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવ્યો છે.
બાળકના આધારની નોંધણીમાં બદલાવ
બાળકના આધારની નોંધણી સમયે માતા-પિતામાંથી કોઈ પણ એકના બાયોમેટ્રિકની સાથે માતા-પિતાના બંનેના આધાર નંબર આપવાના રહેશે. તેમજ UIDAIની વેબસાઈટ અનુસાર, ‘5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ બાયોમેટ્રિક્સ આપવાનું રહેશે નહીં. તેમના UID પર વસ્તી વિષયક માહિતી અને તેમના માતા-પિતાના UID સાથે જોડાયેલા ચહેરાના ફોટોગ્રાફના આધારે પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાર બાદ આ બાળકો જ્યારે 5 અને 15 વર્ષના થાય ત્યારે તેમની દસ આંગળીઓ, આંખો અને ચહેરાના ફોટોગ્રાફના બાયોમેટ્રિક્સમાં અપડેટ કરવાના રહેશે.
બાળકોના આધારકાર્ડ માટે કેવી રીતે રજીસ્ટર કરાવવું?
તમારા નજીકના આધાર કાર્ડ નોંધણી કેન્દ્રની મુલાકાત લો, ત્યાર બાદ બાળકોના આધાર કાર્ડ માટે સંબંધિત ફોર્મ ભરો. ફોર્મમાં જન્મ પ્રમાણપત્ર અને માતાપિતાના આધાર કાર્ડનું જોડાણ ચોક્કસ કરો, આ સાથે તમારા આધાર કાર્ડની માહિતી અને તમારો મોબાઈલ નંબર સાથે જોડાવો. ત્યાર બાદ ચકાસણી પ્રક્રિયા બાદ બાળકનો ફોટોગ્રાફ લેવામાં આવશે. પાંચ વર્ષથી નીચેના બાળકોના બાયોમેટ્રિક્સ લેવામાં આવશે નહીં. જો બાળક પાંચ વર્ષ કે તેથી વધુનું હોય, તો તેનો ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા જેમ કે આઇરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. ભવિષ્યના સંદર્ભ માટે તમને આપવામાં આવેલી સ્લીપ તમે સાચવી મુકો, પછી તમને 60 દિવસની અંદર એક સંદેશ મળશે અને તે દરમિયાન તમને તે સમય મર્યાદામાં તમારા બાળકનું આધાર કાર્ડ તમને મળી જશે.
જો સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ આધારકાર્ડ ન મળે તો?
તમે આધાર કાર્ડ માટે સંપૂર્ણ રીતે નોંધણી કરાવી હોવા છતાં જો તમારું આધારકાર્ડ 60 દિવસમાં તમને ન મળે તો તમે જ્યાં આધારકાર્ડ માટે નોંધણી કરાવી છે તે આધાર કેન્દ્રની મુલાકાત લો, અથવા તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લો, પરંતુ ત્યાં જતા પહેલાં તમને આધાર નોંધણી કરાવી ત્યારે જે આપવામાં આવેલી સ્લીપ છે તે સાથે લઈ ને જો તો તમારી સમસ્યાનો નિકાલ જરુરથી આવશે.
આ પણ વાંચો: કેટલીક ભૂલો તમારા ફોનની બેટરી ખરાબ કરશેઃ આજે જ બદલો આ આદતો.