ગુજરાતટ્રેન્ડિંગ

શું છે નજર ચુકવી રોકડ સેરવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી ?

Text To Speech
રાજકોટ શહેરમાં લોકોની નજર ચુકવી રોકડ રકમ સેરવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ નવી રીતનો શિકાર એક વૃદ્ધ બન્યા છે. જેના રૂ.30 હજાર લઈ લેવામાં આવ્યા છે. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મુસાફર તરીકે રીક્ષામાં બેઠા, સાથેના શખ્સે ઉલ્ટી થાય છે કહીં રૂપિયા લઈ લીધા
મળતી માહિતી મુજબ, રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે અરિહંતનગર શેરી નંબર એકમાં રહેતા ભીખાભાઇ માવજીભાઈ ભાયાણી (ઉ.વ.75) સિવિલ હોસ્પિટલથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બાજુમાં બેઠેલા શખ્સે ‘ઉલ્ટી થાય છે’ તેવું બહાનું બતાવી ધક્કામુકી કરીને વૃઘ્ધની નજર ચૂકવી થેલીમાંથી 30 હજાર રોકડા સેરવી લીધા હતા. એ બાદ કંઈપણ બહાનું કરીને વૃદ્ધને રિક્ષામાંથી કલેકટર કચેરી પાસે ઉતારી મુક્યા હતા વૃદ્ધને રોકડ રકમ થેલીમાંથી ગાયબ થયાની જાણ થતા પ્રદ્યુમન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બે દિવસ પહેલા પણ આવી જ ફરિયાદ સામે આવી હતી
રીક્ષામાં મુસાફર તરીકે વૃદ્ધને બેસાડી ઉલ્ટી થવાનું કહી ધક્કામુક્કી કર્યા બાદ નજર ચુકવી રૂપિયા સેરવી લેવાની ઘટના બે દિવસ પહેલા પણ સામે આવી હતી. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હજુ તેના આરોપી ઝડપાયા નથી. ત્યારે પોલીસ તેઓની શોધખોળ કરી રહી છે.
Back to top button