BRICSની જરૂર શું છે? જયશંકરે આપ્યો એવો જવાબ કે વાગવા લાગી તાળીઓ; જૂઓ વીડિયો
- ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાના જવાબથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા
જિનિવા, 13 સપ્ટેમ્બર: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાના જવાબથી બધાને ચોંકાવી દીધા છે. જયશંકરને ગુરુવારે બ્રિક્સ નામના અન્ય ક્લબની જરૂર શું છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પર તેમણે G7ને ઘેરી લીધી હતી અને કહ્યું હતું કે, “તેઓએ અમને તેમની ક્લબમાં સામેલ કર્યા નથી, તેથી અમે અમારી ક્લબ બનાવી છે.” જયશંકરે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, “તેઓ આ ગ્રુપથી વિકસિત વિશ્વમાં અસુરક્ષાથી પીડાય છે.” અહીં વિચારક સંસ્થા (થિંક ટેન્ક) ‘ગ્લોબલ સેન્ટર ફોર સિક્યુરિટી પોલિસી’માં રાજદૂત જીન-ડેવિડ લેવિટ સાથેની વાતચીત દરમિયાન, જયશંકરે કહ્યું હતું કે જો G-20નું અસ્તિત્વ હોવા છતાં G-7 અસ્તિત્વમાં રહી શકે છે, તો પછી કોઈ કારણ નથી કે, બ્રિક્સનું અસ્તિત્વ ન હોય.
જૂઓ વીડિયો
Why another club (on formation of BRICS) ?
EAM Dr S Jaishankar gives it back in style 🔥: Because there was another club, it’s called G7, & you won’t let anyone in, so we formed our own club 🫡🫡pic.twitter.com/Vf9mKdMcLK
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 12, 2024
G7 પર જયશંકરનો કટાક્ષ
વૈશ્વિક જીડીપીમાં 27 ટકા યોગદાન આપનારા બ્રિક્સની સ્થાપના બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પાછળથી જોડાયું હતું, અને જાન્યુઆરી 2024માં, પાંચ નવા દેશો જેવા કે ઈરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, UAE અને ઇથોપિયા આ ગ્રુપમાં જોડાયા. જયશંકરે પ્રેક્ષકોની જોરદાર તાળીઓ વચ્ચે કહ્યું કે, “કલબ શા માટે? કારણ કે વધુ એક ક્લબ હતું! જેને G7 કહેવામાં આવતું હતું. જો તમે તે ક્લબમાં બીજા કોઈને પ્રવેશવા દેશો નહીં. તો અમે જઈને અમારૂ પોતાનું ક્લબ બનાવીશું.”
બ્રિક્સને લઈને પશ્ચિમી દેશોને ઘેર્યા
જયશંકરે કહ્યું કે, “હું હજી પણ તે વાતથી આશ્ચર્યચકિત છું કે જ્યારે તમે બ્રિક્સ વિશે વાત કરો છો ત્યારે ઉત્તર કેટલો અસુરક્ષિત બની જાય છે. કોઈક રીતે, લોકોના હૃદયમાં કંઈક ખટકે છે.” તેમણે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું કે, “અહીં એક વિચાર છે. G-20 છે, શું G-7 ભંગ થઈ ગયું છે? શું તેની બેઠકો બંધ થઈ ગઈ છે? ના, તે હજી ચાલુ છે. તો, G-20 તો છે તથા G-7 પણ હજુ અસ્તિત્વમાં છે, તો પછી G-20 કેમ ન હોઈ શકે અને BRICS પણ કેમ ન હોઈ શકે?”
બ્રિક્સની શરૂઆત કેવી રીતે થઈ: જયશંકર
આ પણ જૂઓ: પુતિનની સામે બેસીને ડોભાલે આપ્યો PM મોદીનો મેસેજ, જૂઓ વીડિયો