ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

Video: શપથવિધિ દરમિયાન જોવા મળેલું એ રહસ્યમય પ્રાણી કયું? દેશભરમાં ચર્ચા

Text To Speech

નવી દિલ્હી, 10 જૂનઃ નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે રવિવારે ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. આ શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનના વિશાળ આંગણમાં યોજાઈ હતી. જોકે, આ શપથવિધિ ચાલતી હતી અને તેનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે રાષ્ટ્રપતિ ભવનના દાદર અને મુખ્ય દરવાજા પાસે કોઈ પ્રાણી પસાર થતું જોવા મળ્યું હતું. લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન અનેક લોકોની નજર તેના ઉપર પડી હતી પરંતુ એ બિલાડી હશે એમ માની લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

જોકે આજે આ બાબત દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તેનું કારણ એ છે કે, પ્રાણીનું કદ બિલાડી જેટલું લાગતું નથી. લોકો તેને દીપડો માને છે. કેટલાક લોકો પાલતુ શ્વાન હોવાનું પણ માની રહ્યા છે. જ્યારે ઘણા લોકોને હજુ પણ તે બિલાડી લાગે છે. આ માટે કેટલાક મીડિયા હાઉસ દ્વારા રાષ્ટ્રપતિ ભવનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને પૂછ્યું છે કે, એ પ્રાણી કયું હતું? શું રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફને એ વિશે કોઈ જાણકારી છે કે કેમ? શું એ પાલતુ પ્રાણી હતું કે પછી દીપડો ઘૂસી આવ્યો હોય અને કોઈને જાણ નથી?

આ અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સ્પષ્ટતા થવાની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ જે વીડિયો છે એ જોઇને અનેક લોકો હેબતાઈ ગયા છે.

જૂઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારંભમાં ત્રીજી મુદત માટે શપથ લીધા હતા, જેમાં વિદેશી રાજ્યના વડાઓ અને અન્ય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ સહિત 8,000 મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર કેમેરામાં કેદ થયેલા એક બિનઆમંત્રિત મહેમાનનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના સાંસદ દુર્ગા દાસ ઉઇકે શપથવિધિ પૂરી કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિવાદન કરી રહ્યા હતા તે સમયે દાદર ઉપર વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં એક બિલાડી જેવું પ્રાણી દેખાય છે.

શું તે દીપડો હતો? એક સામાન્ય બિલાડી? અથવા કૂતરો? વિડિયો ક્લિપને જંગલી સિદ્ધાંતો સાથે વ્યાપકપણે શેર કરવામાં આવી હતી, જેના વિશે જે પ્રાણી રાષ્ટ્રપતિના મહેલમાં આરામથી લટાર મારતું જોવા મળ્યું હતું.

રાષ્ટ્રપતિ મુર્મુએ રવિવારે સાંજે પીએમ મોદી સરકારના 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્ય મંત્રીઓ (MoS) અને સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ MoS સહિત 72 સભ્યોની મંત્રી પરિષદને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચોઃ તો હું અમેરિકા જાત જ નહીંઃ Adobeના CEO શાંતનુ નારાયણે કેમ આવું કહ્યું?

Back to top button