ખીચડી કૌભાંડ શું છે જે મહારાષ્ટ્રના રાજકારણને દઝાડી રહ્યું છે?
- કોરોના મહામારીના સમયમાં મહારાષ્ટ્રના પ્રવાસી મજૂરો મુંબઈ ફસાયા હતા, ત્યારે તેમને મુંબઈની મહાનગરપાલિકા (BMC) દ્વારા ખીચડી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ સમયે ખિચડી વિતરણમાં તેમજ કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર થવાને કારણે વિવાદ ચગ્યો છે
મહારાષ્ટ્ર, 9 એપ્રિલ: મહારાષ્ટ્રના રાજકારણમાં લોકસભા ચૂંટણી પહેલા ખીચડી સ્કેમનો વિવાદ ખૂબ ચગ્યો છે. સત્તાપક્ષથી લઈને વિપક્ષ આ બાબતે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. જેમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અમોલ કિર્તીકરનું નામ ઉછળ્યું છે. હાલમાં લોકસભા ચૂંટણીના વાતાવરણમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખીચડી ગોટાળાથી ગરમાયું છે. જોકે આ કહેવાતો ખીચડી ગોટાળો કોરોના સમયનો છે પરંતુ આ વાત અત્યારે બહાર પડી છે જ્યારે કોંગ્રેસના નેતા સંજ્ય નિરુપમની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરતા તેઓએ એક પ્રેસ કોન્ફરસ કરીને શિવસેના (યુબીટી) પર આરોપ લગાવીને ખીચડી ગોટાળો થયાની વાત બહાર પાડીને અમોલને ખીચડી ચોર કહ્યા હતા.
આ મામલે ઇડીએ શિવસેના (યુબીટી) નેતા અમોલ કીર્તિકરને આ બાબતે પૂછપરછ પણ કરી હતી. આ બાબતની તપાસ કરી રહેલા ઈડીના અધિકારીઓએ મુંબઈના કાર્યાલયમાં અમોલ કિર્તીકરની 8 કલાકની પુછપરછમાં જાણવા મળ્યું કે ખીચડી ગોટાળામાં કોરોના સમયે અમોલના બૈંક ખાતામાંથી લેવડ દેવડ થઈ હતી. જેમાં શિવસેના નેતાએ ખિચડીનો કોન્ટ્રાક્ટ મેળવનાર ખાનગી કંપની પાસે અંદાજિત 1.65 કરોડ રુપિયા પ્રાપ્ત કર્યાં હતા.
શું છે ખિચડી સ્કેમ?
ખિચડી સ્કેમ બીએમસીની કોરોના સમયની ખીચડી વિતરણ યોજના પરથી પડ્યું છે. આ યોજના કોવિડ મહામારીમાં પ્રવાસી મજુરો અને ગરીબ લોકોને ભોજન કરાવવા માટે શરુ કરવામાં આવ્યું હતું. આ લોકો પાસે કોરોનાકાળમાં કોઈ કામ કે અન્ય સાધનસામગ્રી ન હોવાના કારણે બીએમસી આ યોજના વિશે વિચાર્યું હતું.
આ યોજના અંતર્ગત બીએમસી દ્વારા એક ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટ માટે એક શરત રાખી હતી કે ફર્મ 5000 ફુડ પેકેટ બનાવી શકે. આ સિવાય એનજીઓ અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટો, કોમ્યુનિટી કિચનને પણ લાઇસન્સ આપીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ મામલે તપાસ એંજસી જણાવ્યું કે નિયમોની ઐસી-તૈસી કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને લાંચ પણ લેવામાં આવી હતી. વધુમાં બીએમસીએ ખીચડીના પુરવઠાને પહોંચી વળવા માટે ‘ફોર્સ વન મલ્ટી સર્વિસિઝ’ કે જેણે આ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો તેના ખાતામાં 8 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ ખિચડી વિતરણમાં પણ ચોરી કરવામાં આવી હતી પ્રવાસી મજુરોને 250 ગ્રામ ખીચડી જગ્યાએ માત્ર 125 ગ્રામ જ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: તમિલનાડુમાં EDની 2000 કરોડના ડ્રગ્સ કેસમાં DMKના પૂર્વ નેતા સામે કાર્યવાહી