ટ્રેન્ડિંગધર્મ

સૂર્ય પૂજાનું શું હોય છે મહત્ત્વ? ધાર્મિક સાથે થાય છે હેલ્થના લાભ

  • સૂર્યદેવને જાગતો દેવ કહેવાય છે. એક જ દેવ એવા છે જેને તમે જોઈ શકો છો. આવા જાગતા દેવ સૂર્યને દરરોજ જળ અર્પણ કરવાથી યશ-પુણ્ય, સુખ-સૌભાગ્ય અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે

પૌરાણિક કાળથી જ સૂર્યને દેવતાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. પંચદેવોમાં સૂર્ય જ એકમાત્ર એવા દેવતા છે જે પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. સૂર્યદેવને જાગતો દેવ કહેવાય છે. એક જ દેવ એવા છે જેને તમે જોઈ શકો છો. આવા જાગતા દેવ સૂર્યને દરરોજ જળ અર્પણ કરવાથી યશ-પુણ્ય, સુખ-સૌભાગ્ય અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં કોઈ પણ વ્રત સૂર્યોદયથી જ માન્ય થાય છે. સૂર્યને જળ ચઢાવવાનો એક નિયત સમય છે ત્યારે જ આ પૂજાનું ફળ મળે છે.

સૂર્યને જળ અર્પણ કરવાનો સાચો સમય

ઋગ્વેદ અનુસાર સૂર્યોદય થયાના 1 કલાકની અંદર તેમને જળ અર્પણ કરવું જોઈએ, કેમ કે આ દરમિયાન સૂર્ય દેવ શીતળ સ્વભાવમાં હોય છે. આ સમયે સૂર્યના કિરણો વ્યક્તિને કોઈ પણ પ્રકારના રોગોથી મુક્તિ અપાવે છે અને આ સાથે જ તેને કાર્યોમાં સફળતા, આત્મ બળમાં વૃદ્ધિ, રાજકૃપાના આશીર્વાદ પણ મળે છે જ્યારે સૂર્યની રોશની તેજ હોય ત્યારે જળ અર્પણ કરવાનો કોઈ લાભ મળતોનથી. પૂજાનું ફળ મળતું નથી.

સુર્ય પૂજાનું શું હોય છે મહત્ત્વ? ધાર્મિક સાથે થાય છે હેલ્થના લાભ hum dekhenge news

સૂર્ય પૂજાનું ધાર્મિક મહત્વ

જ્યોતિષ અનુસાર સૂર્યદેવને અન્ય તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જોઈ શકાય છે કે માત્ર મનુષ્ય જ નહીં દેવતા પણ સૂર્યની પૂજા બાદ જ પોતાની દિનચર્યા આરંભ કરતા હતા. લંકા ગયા પહેલા ભગવાન શ્રીરામે પણ સૂર્યને જળ અર્પણ કરી પૂજા કરી હતી, શ્રીકૃષ્ણે પણ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્વ જણાવ્યુ છે. શ્રીકૃષ્ણના પુત્ર સાંબ પણ સૂર્યની ઉપાસના કરીને જ રક્તપિત્તનો રોગ દૂર કરી શક્યા હતા. સૂર્ય પૂજાથી ઘણા ઋષિઓને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે.

જ્યોતિષમાં સૂર્ય પૂજાનું મહત્વ

પિતા-પુત્રના સંબંધોમાં વિશેષ લાભ માટે પુત્રએ સૂર્ય સાધના કરવી જોઈએ. સૂર્યદેવની કૃપા થાય ત્યારે કુંડળીમાં નકારાત્મક પ્રભાવ આપનાર ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ જાય છે. સૂર્યને જળ અર્પણ કરવાથી બગડેલા કાર્ય સુધરી જાય છે. નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ અને રાજસુખ મળવાના યોગ વધે છે.

સુર્ય પૂજાનું શું હોય છે મહત્ત્વ? ધાર્મિક સાથે થાય છે હેલ્થના લાભ hum dekhenge news

સૂર્ય પૂજાનું વૈજ્ઞાનિક મહત્વ

શિયાળામાં સૂર્ય દેવતા અગિયાર હજાર રશ્મિઓની સાથે તપીને શિયાળાની ઠંડીથી રાહત આપે છે. આ દરમિયાન સૂર્ય દેવની પૂજા કરવાથી ધર્મ લાભની સાથે આરોગ્ય લાભ પણ મળે છે. શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે શરીરમાં વિટામિન ડી ની ઉણપ થઈ જાય છે જે આપણને સૂર્યના કિરણોમાંથી મળે છે. સૂર્ય પૂજા દરમિયાન સૂર્યના કિરણો શરીર પર પડે છે તો ત્વચાની બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ જાય છે અને વિટામિન ડી ની ઉણપ પણ પૂરી થઈ જાય છે. પાચન શક્તિ પણ વધે છે.

સુર્ય પૂજાનું શું હોય છે મહત્ત્વ? ધાર્મિક સાથે થાય છે હેલ્થના લાભ

જાણો સૂર્યને અર્ઘ્ય આપવાના લાભ

સૂર્યને નિયમિત અર્ઘ્ય આપવાથી આત્મા શુદ્ધ થાય છે. તેમજ પિતા સાથેના સંબંધો સુધરે છે અને સુખ, સહકાર પ્રાપ્ત થાય છે. નોકરીમાં પ્રગતિ માટે તેમજ પ્રભુત્વ માટે પણ નિત્ય જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યની પૂજા કરવાથી અને અર્ઘ્ય આપવાથી વ્યક્તિની આંખ અને હાડકા સંબંધિત સમસ્યાઓ ઓછી થઇ જાય છે. જે લોકો જાહેર ફિલ્ડમાં હોય, તેમણે નિયમિત સૂર્યવંદના કરવી જોઈએ અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી રાજકારણમાં પણ પ્રભુત્વ વધે છે. સૂર્યદેવની નિત્ય પૂજા કરવાથી અને તેમને અર્ઘ્ય આપવાથી ખૂબ જ લાભ થાય છે. કુંડળીમાં આ ગ્રહ સાથે જોડાયેલ દોષ ધીરે ધીરે દૂર થઈ જાય છે. અને વ્યક્તિની દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

આ પણ વાંચોઃ 2023નું લગ્નનું છેલ્લું મુહૂર્ત 15 ડિસેમ્બર, કેમ લાગે છે માંગલિક કાર્યો પર બ્રેક

Back to top button